Surat News: સુરતના બારડોલી તાલુકાના કડોદ ગામના પિતા-પુત્રી નેપાળમાં ટ્રેકિંગ કરતાં મોતને ભેટ્યા છે. તેઓ નેપાળના માનંગ જિલ્લામાં ટ્રેકિંગ કરવા ગયા હતા. પિતાપુત્રી અન્નપૂર્ણા પર્વત-3 પર ટ્રેકિંગ કરતી વખતે 26મી ઓક્ટોબરના રોજ ગુમ થઈ ગયા હતા. પિતાપુત્રી બંનેનો સંપર્ક તૂટી ગયો હતો.
તેના પછી સુરતના પરિવારે પોલીસનો સંપર્ક કરીને જાણ કરી હતી. પોલીસે સરકારની મદદથી નેપાળના સત્તાધીશોને જાણ કરી હતી. તેના પગલે બંનેને શોધવા માટે નેપાળના પર્વતોમાં વ્યાપક તપાસ અભિયાન ચલાવવામાં આવ્યો હતો. વ્યાપક શોધખોળના અંતે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. તેના કારણે આખું કુટુંબ આઘાતમાં છે. કુટુંબ કલ્પી શકતું નથી કે બંનેના મોત થઈ ગયા. આખા કુટુંબમાં રોક્કળ ચાલુ છે.
સુરતના બારડોલી તાલુકાના કડોદ ગામના વતની જિગ્નેશ પટેલ અને તેમની પુત્રી પ્રિયદર્શિની નેપાળ ગયા હતા. તેઓ 14 ઓક્ટોબરના રોડ કડોદથી નીકળ્યા હતા. તેઓ 16 ઓક્ટોબરે ટ્રેન દ્વારા સુરતથી ગોરખપુર પહોંચ્યા, 17 ઓક્ટોબરે સુનોલી સરહદ પાર કરીને કાઠમંડુ પહોંચ્યા. તેઓ 18 ઓક્ટોબરે બસ દ્વારા માનંગ ગયા. બે દિવસ હોટલમાં રહ્યા બાદ, તેઓએ 21 ઓક્ટોબરે સવારે 6 વાગ્યે અન્નપૂર્ણા પર્વત 3 પર ટ્રેકિંગ શરૂ કર્યું. ટ્રેકિંગ દરમિયાન ઊંડી કોતરમાં પડી જવાથી બંનેનું દુઃખદ મૃત્યુ થયું હતું.
ઉલ્લેખનીય છે કે 26 ઓક્ટોબરથી બે નવેમ્બર દરમિયાન મનાંગ અને આસપાસના વિસ્તારોમાં થયેલી ભારે હિમવર્ષા આ પિતા અને પુત્રી માટે આફત સાબિત થઈ. હિમવર્ષાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા, જેના કારણે તેઓ પાછા ફરવાનું અશક્ય બન્યું અને તેમના પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો. જ્યારે પતિ અને પુત્રી સાથે તેમનો સંપર્ક તૂટી ગયો, ત્યારે પરિવારે વડા પ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને મદદ માટે અપીલ કરી. સેનાએ તાત્કાલિક શોધખોળ કામગીરી શરૂ કરી અને બંનેના મૃતદેહ બહાર કાઢ્યા. તેમને ટૂંક સમયમાં સુરત પરત લાવવામાં આવશે. હવાઈ માર્ગે પરત લાવવામાં આવે તેવી સંભાવના છે.
આ પણ વાંચો: Surat News/સુરત (Surat) ક્રિકેટ સ્ટેડિયમના કોન્ટ્રાકટરના 2.92 કરોડના ચીટિંગ કેસમાં સુરત કોર્ટે જામીન નામંજૂર કર્યા
આ પણ વાંચો: શ્વાનનો આતંક/SURAT: સુરતમાં પહેલાં રખડતા ઢોર અને હવે કૂતરાંઓનો આતંક, 4 થી વધુ લોકો ઘાયલ
આ પણ વાંચો: Surat News/સુરતમાં કરોડોનું સોનું ઝડ્પાયું, 2 આરોપીની ધરપકડ
