Surat News: સુરતના સાયણ વિસ્તારમાં કાપડ વણાંટના કારખાના બંધ મુદ્દે આજ રોજ સુરત જીલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા સાથે વિવર્સો સંવાદ કર્યો હતો.વિવિંગ ઉધોગ ધમધમતો કરવા નાયબ મુખ્યમંત્રી દ્વારા આદેશ આપવામા આવ્યો હતો.
આના પગલે રેન્જ આઇજી કાર્યરત થતાં જિલ્લા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે કારખાના શરૂ કરવા માટે માલિકો સાથે ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝ મીટિંગ ગોઠવી હતી. પીપોદરા વિસ્તારમાં જે રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવીને ફેક્ટરીઓ શરૂ કરવામાં આવી છે તે રીતે શરૂ કરો તેમ એસપીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે કામદારો અને કર્મચારીઓ વચ્ચે પણ વૈમનસ્યનું વાતાવરણ સર્જાય નહીં તે વાતનું ધ્યાન રાખવામાં આવશે. પોસ્ટરો મારનારા અસામાજિક તત્વો અનેલ ખ્ખાઓને મદદ કરનારા સામે કાયદાકીય રીતે જરૂરી પગલાં લેવાશે એમ વિજય માંગુકિયાએ જણાવ્યું હતું.
તેમણે આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં નવું પોલીસ સ્ટેશન ઊભું કરીને પોલીસ સ્ટાફ વધારવા જણાવ્યું હતું. આ બેઠકમાં રાજેશ ગઢિયા, આર.આર. સરવૈયા, પીઆઈ એસઓજી, પીઆઈ અને પીએસઆઈ હાજર રહ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે ભરોસાની સરકાર છે અને કોઈપણ વ્યક્તિના ઉદ્યોગ ધંધા બંધ ન થાય તે જોવાની જવાબદારી સરકારની છે. જો તેમા કોઈપણ પ્રકારનું નડતર કે અવરોધ હશે તો સરકાર તેમા સક્રિય રીતે પગલાં લેશે. ઉદ્યોગો જ નહીં શ્રમિકોને નડતાં પ્રશ્નોને દૂર કરવામાં પણ સરકાર અગ્રેસર છે. કારખાનેદારોને લુખ્ખા તત્વો ધમકી આપતા હોય કે પરેશાન કરતાં હોય તો તેના માટે સરકાર હાજર છે. આ બાબતોને લઈને ત્વરિત પોલીસ પગલાં લેવાશે. પોલીસ આવા તત્વોની શાન ઠેકાણે લાવી દેશે.
આ ઉપરાંત શ્રમિકોને પણ જો લુખ્ખા તત્વો હેરાન કરતાં હોય તો પોલીસ તેમને મદદ કરવા બેઠી જ છે. આ ઉપરાંત વિસ્તારને સીસીટીવી હેઠળના કવરેજમાં પણ લવાશે, જેથી કોઈપણ પ્રશ્ન હોય તો તેનો વાસ્તવિક ધોરણે ઉકેલ લવાય. સરકાર કાયદાકીય ઉદ્યોગપતિ હોય કે શ્રમિક બંનેને કાયદાકીય રીતે બધી મદદ કરવા તૈયાર છે.
આ પણ વાંચો: Surat News/સુરત (Surat) ક્રિકેટ સ્ટેડિયમના કોન્ટ્રાકટરના 2.92 કરોડના ચીટિંગ કેસમાં સુરત કોર્ટે જામીન નામંજૂર કર્યા
આ પણ વાંચો: શ્વાનનો આતંક/SURAT: સુરતમાં પહેલાં રખડતા ઢોર અને હવે કૂતરાંઓનો આતંક, 4 થી વધુ લોકો ઘાયલ
આ પણ વાંચો: Surat News/સુરતમાં કરોડોનું સોનું ઝડ્પાયું, 2 આરોપીની ધરપકડ
