GUJARAT ACCIDENT/ મોતનો મંગળવારઃ ટ્રકે રીક્ષા અને કારનો ખુડદો બોલાવતા દસના મોત

ગુજરાત માટે મંગળવાર મોતનો મંગળવાર બન્યો છે. બે જુદા-જુદા અકસ્માતમાં ટ્રકે રીક્ષા અને કારનો ખુડદો બોલાવતા એક જ દિવસમાં દસ ગુજરાતીઓ મોતને ભેટ્યા છે. આમ ગુજરાતના માર્ગો પર ટ્રકો રીતસરની યમદૂત બનીને ફરી રહી છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 17 3 મોતનો મંગળવારઃ ટ્રકે રીક્ષા અને કારનો ખુડદો બોલાવતા દસના મોત

દાહોદઃ ગુજરાત માટે મંગળવાર મોતનો મંગળવાર બન્યો છે. બે જુદા-જુદા અકસ્માતમાં ટ્રકે રીક્ષા અને કારનો ખુડદો બોલાવતા એક જ દિવસમાં દસ ગુજરાતીઓ મોતને ભેટ્યા છે. આમ ગુજરાતના માર્ગો પર ટ્રકો રીતસરની યમદૂત બનીને ફરી રહી છે. આ અકસ્માત દર્શાવે છે કે રાજ્યના રસ્તાઓ પર ટ્રકચાલકો કેવા બેફામ છે. તેઓને કોઇનો ખોફ જ નથી.

દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર સવારે થયેલા અકસ્માતમાં ટ્રકે રીક્ષાનો રીતસરનો ખુડદો બોલાવતા છ જણના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. રીક્ષામાં બેઠેલા લગભગ બધા પેસેન્જરો મૃત્યુ પામ્યા છે અને એક જણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું મનાય છે.

Surendranagar accident મોતનો મંગળવારઃ ટ્રકે રીક્ષા અને કારનો ખુડદો બોલાવતા દસના મોત

દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર પાટિયાઝોલ તળાવ પાસે ટ્રક અને રીક્ષા વચ્ચે થયેલા આ અકસ્માતમાં છના મોત નીપજ્યા છે. તેના લીધે છ પરિવાર નિરાધાર બની ગયા છે. અકસ્માતની જાણ થતાં દાહોદ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ટ્રકને રીક્ષાને રસ્તા પરથી હટાવીને રસ્તો ક્લિયર કર્યો છે. તેની સાથે અકસ્માત ગુનો નોંધીને ટ્રક ડ્રાઇવર સામે કાર્યવાહી શરૂ કરી છે.

આ જ અકસ્માતની બીજી ઘટના સુરેન્દ્રનગર ખાતે બની છે. તેમા ઝમર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પણ ટ્રકે કારનો ખુડદો બોલાવ્યો છે. તેમા કારમાં સવાર ચારના મોત થયા છે. ત્રણના ઘટનાસ્થળે મોત થયા હતા અને અન્ય એકનું હોસ્પિટલમાં મોત થયું હતું. અરેરાટી સર્જનારા આ અકસ્માતમાં ટ્રક રીતસરનું કાળ બનીને કાર પર ત્રાટકી હતી અને તેનો ખુડદો બાલાવી દીધો હતો. આમ મંગળવાર ગુજરાતીઓ માટે અમંગળ બનીને આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 મોતનો મંગળવારઃ ટ્રકે રીક્ષા અને કારનો ખુડદો બોલાવતા દસના મોત


આ પણ વાંચોઃ Ladakh/ લદ્દાખમાં કુન પર્વત પર હિમપ્રપાતમાં એક જવાન શહીદ,ત્રણ લાપતા

આ પણ વાંચોઃ Notice/ CM અશોક ગેહલોતના ઓએસડી લોકેશ શર્માને ક્રાઈમ બ્રાંચની નોટિસ, પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા

આ પણ વાંચોઃ Blackmoney/ સ્વિસ બેંકે ભારત સરકાર સાથે ભારતીય ખાતાધારકોનો ડેટા શેર કર્યા!