ગુજરાત/ લોકોની સુવિધા માટે કેબિનેટ બેઠકમાં લેવાયો આ મહત્વનું નિર્ણય, જાણો શું છે…

ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ યોજી હતી.તેમણે જણાવ્યું હતું કે, સુરત ઝેરી કેમિકલની ઘટના મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat Others
કેબિનેટ

ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ યોજી હતી.તેમણે જણાવ્યું હતું કે, સુરત ઝેરી કેમિકલની ઘટના મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ ઉદ્યોગોમાં આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય તેમની સામે સખ્તાઈથી વર્તવા આદેશ આપ્યો છે. ઉપરાંત જનતા માટે 1000 નવી બસો, 500  સુપર એક્સપ્રેસ બસો, 300 લકઝુરીયસ સહિતની બસો ફાળવવામાં આવી છે.

આ પણ વાંચો :  વાસણામાં પ્રેમીએ દગો આપતા યુવતીએ પોલીસ સ્ટેશન સામે કર્યો આપઘાત

આજે બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં અત્યારે વધતી જતી કોરોના અંગેની સ્થિતિને લડવા માટે સરકારની તૈયારીઓ કરવા અંગે ચર્ચા થઈ હતી. બીજી તરફ વાઈબ્રન્ટ સિમિટ રદ કરવામાં આવી ત્યારે જે સમય બચ્યો છે તેનો ઉયોગ કરીને આગામી બજેટ અંગે તૈયારીઓની પણ ચર્ચા થઈ હતી.

કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો પર મીડિયા સાથે વાત કરતા જીતુ વાઘાણીએ કહ્યુ કે, મુખ્યમંત્રીએ કોરોના અંગે ચર્ચા કરી છે. રાજ્ય સરકાર કોરોના સામે લડવા માટે તૈયાર છે. રાજ્ય સરકાર કોરોના સંક્રમણ અટકાવવા જરૂરી પગલાં ભરી રહી છે. આ સાથે વાઇબ્રન્ટ સમિટ પણ રદ્દ કરી દેવામાં આવી છે.

જીતુ વાઘાણીએ કહ્યુ કે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડો નવો કોરિડોર બનાવવામાં આવશે. તો ભરૂચમાં નેશનલ હાઇવે 8 પર ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા માટે વધુ એક પુલ બનાવવાનો નિર્ણય કર્યો છે. સુરત ગેસ કાંડ પર વાત કરતા વાઘાણીએ કહ્યુ કે, તે ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે સરકાર એલર્ટ છે.

આ પણ વાંચો :સુરતના ડિંડોલી બ્રીજ ઉત્તરાયણ પહેલા પતંગની દોરીએ મહિલાનો લીધો જીવ

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો નવો કોરિડોર બનાવા ઉપરાંત સુરક ગેસ કાંડ અંગે તપાસના આદેશ અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ભરૂચમાં થતાં નેશનલ હાઈવે 8 ઉપર ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા માટે ભરૂચના ઊભેણ ખાતે વધુ એક પુલ 27 કરોડના ખર્ચે બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા સરકારના પ્રવક્તાએ કહ્યુ કે, રાજ્યમાં 1600 કિમીનો લાંબો દરિયા કિનારો આવેલો છે. તેને પ્રવાસન સ્થળની સાથે જોડતા એક કોસ્ટલ હાઈવે બનાવવામાં આવશે. આ માટે 2440 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

આ પણ વાંચો :  સુરતમાં યુવકે કર્યો આપઘાત, કારણ એવું કે જાણીને તમે પણ રડી પડશો

આ પણ વાંચો :ઉતરાયણ પહેલા વેપારીઓને પડી કોરોનાની માર, ખરીદીમાં આવ્યો અંદાજે 25 ટકા ઘટાડો

આ પણ વાંચો :લોખંડ ભંગારના વેપારીઓ પર GST વિભાગના રાજવ્યાપી દરોડા,285 કરોડના બોગસ બિલીંગ ઝડપાયું