અમદાવાદ/ વાસણામાં પ્રેમીએ દગો આપતા યુવતીએ પોલીસ સ્ટેશન સામે કર્યો આપઘાત

સુરત બાદ હવે અમદાવાદના વાસણામાં યુવતીએ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે.પોલીસ સ્ટેશન સામે ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્યું છે.

Ahmedabad Gujarat
વાસણામાં
  • વાસણામાં યુવતીએ કર્યો આપઘાત
  • પોલીસ સ્ટેશનની સામેની ઘટના
  • પ્રેમીએ દગો આપતા કર્યો આપઘાત
  • પોલીસે આપઘાત મામલે વધુ તપાસ હાથ ધરી

રાજ્યમાં એક પછી એક આપઘાતની ઘટના સામે આવી રહી છે. જેમ જેમ કોરોના કેસ વધી રહ્યા છે. તેમ તેમ આપઘાતની ઘટનો પણ વધી રહી છે. સુરત બાદ હવે અમદાવાદના વાસણામાં યુવતીએ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે.પોલીસ સ્ટેશન સામે ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્યું છે. જો કે, પ્રેમીએ દગો આપતા આપઘાત કર્યો હોવાનું હાલ સામે આવ્યુ છે.પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :સુરતના ડિંડોલી બ્રીજ ઉત્તરાયણ પહેલા પતંગની દોરીએ મહિલાનો લીધો જીવ

આપને જણાવીદઈએ કે ગઇકાલે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા 26 વર્ષીય ડો.શ્રેયસ મોદીએ આપઘાત કર્યો હતો. ડો શ્રેયસે સ્મીમેરમાંથી MBBSનો અભ્યાસ પૂરો કર્યો હતો અને MD માં પ્રવેશ મેળવવા નીટની તૈયારી કરતો હતો. ડો. શ્રેયસ મોદીએ સ્મીમેરમાંથી MBBS કર્યા બાદ MD-એનેસ્થેસિયા માટે NEET આપી હતી. સોમવારે નીટનું મેરિટ લિસ્ટ આવ્યુ હતું. શ્રેયસને 435 માર્ક મળ્યા હતા. મેરિટ લિસ્ટ જોઈને યુવક ભારે હતાશ થઈ ગયો હતો. જેથી તેણે આત્મહત્યા કરી હતી. 435 માર્ક મળતા જ શ્રેયસ હતાશ થઈ ગયો હતો. મેરિટ લિસ્ટમાં જોતાં 10 જ મિનિટમાં ફાંસો ખાઈ લીધો હતો. શ્રેયસના 435 માર્ક્સ આવવા છતાં મેરિટમાં નામ ન હતું. મેરિટ લિસ્ટ જોઈને શ્રેયસ ભારે હતાશ થઈ ગયો હતો. પરિવારે જણાવ્યું કે સાંજે 5:50એ મેરિટ જોયું અને 10 જ મિનિટમાં આપઘાત કર્યો હતો.

આ પણ વાંચો :લોખંડ ભંગારના વેપારીઓ પર GST વિભાગના રાજવ્યાપી દરોડા,285 કરોડના બોગસ બિલીંગ ઝડપાયું

આ પણ વાંચો :અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો, શહેરમાં કન્ટેનમેન્ટ ઝોનની કુલ સંખ્યા 177

આ પણ વાંચો :ઉત્તર ભારતમાં હિમવર્ષાનાં કારણે રાજ્યમાં ઠંડી વધી, સૌથી નીચુ તાપમાન નલિયામાં નોંધાયુ

આ પણ વાંચો : કારીગર રોજ એક-એક હીરાની ચોરી કરતો, પણ અંતે ભાંડો ફૂટ્યો!