Corona Virus/ રાજ્યમાં 28મી ફેબ્રુઆરી સુધી રાત્રી કર્ફ્યુ યથાવત, વધુ એક કલાકની મળી રાહત

ગુજરાતના ચાર મહાનગરોમાં જે રાત્રી કરફયુ લાગુ કરાયો છે તેની અવધિ આજે પુરી થવાની હતી. જેથી રાજ્ય સરકારે આજે બપોરે ઘનિષ્ટ વિચારણા કર્યા બાદ નિર્ણય લીધો છે કે રાજ્યના ચારેય મહાનગરોમાં હજી પણ રાત્રી કર્ફ્યુ યથાવત રહશે. આગામી 28મી ફેબ્રુઆરી સુધીમાં રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રી કર્ફયુ યથાવત રહશે. રાજ્ય સરકારના નિર્ણયમાં એક […]

Gujarat

ગુજરાતના ચાર મહાનગરોમાં જે રાત્રી કરફયુ લાગુ કરાયો છે તેની અવધિ આજે પુરી થવાની હતી. જેથી રાજ્ય સરકારે આજે બપોરે ઘનિષ્ટ વિચારણા કર્યા બાદ નિર્ણય લીધો છે કે રાજ્યના ચારેય મહાનગરોમાં હજી પણ રાત્રી કર્ફ્યુ યથાવત રહશે. આગામી 28મી ફેબ્રુઆરી સુધીમાં રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રી કર્ફયુ યથાવત રહશે.

રાજ્ય સરકારના નિર્ણયમાં એક રાહત આપતા સમાચાર એ પણ છે કે 1ફેબ્રુઆરી થી લઈને 15મી ફેબ્રુઆરી સુધીમાં રાત્રી કર્ફ્યુનો સમય 11થી સવારના 6 વાગ્યા સુધીનો હતો. જોકે , હવે આ સમયમાં બદલાવ આવ્યો છે. હવેથી રાત્રે કર્ફ્યુનો નવો સમય 12થી સવારના 6 વાગ્યા સુધીનો રહશે.

રાજ્યમાં કોરોનાએ વળતા પાણી તો લીધા છે પરંતુ, હજી પણ કોરોનાથી બચવા માટે એટલી જ સાવચેતી રાખવાની જરૂર છે કે જેટલી ગત વર્ષના માર્ચ એપ્રિલ દરમિયાન લોકોએ સાવચેતી રાખી હતી. કેમકે હજી પણ ઘણી જગ્યાએથી કોરોનાના નવા કેસો સામને આવી રહ્યા છે. જેથી રાજ્ય સરકારે કર્ફયુને લંબાવાનો નિર્ણય લીધો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…