ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પોલીસ વિભાગમાં બદલીનો દૈાર યથાવત રીતે ચાલુ છે. 22 આઇપીએસ કક્ષાના અધિકારીઓની બઢતી સાથે બદલી કરાઇ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર હજુપણ આઇપીએસ અધિકારીઓની બદલી થશે. રાજ્યના 22 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ યાદીમાં આઇપીએસ ઓફિસર ઉષા રાડાનો પણ સમાવેશ થાય છે જેઓને સુરત શહેરના ઝોન-3ના પોલીસ કમિશનર તરેકે મૂકાયા છે.

ગુજરાતમાં IPS અધિકારીઓની બદલીનો દોર ચાલુ છે. જેમાં આજે ADGP આર.બી.બ્રહ્મભટ્ટની CID ક્રાઈમમાં બદલી, M.D જાનીને સાબરકાંઠામાં મુકાયા છે, શફિન હસન અમદાવાદ DCP ટ્રાફિકમાં બદલી કરાઈ છે. ઉષા રાડા ડે.પોલિસ કમિશનર ઝોન-3 સુરતમાં બદલી કરાઇ છે. અજીત રાજીયાનની સાઈબર ક્રાઈમ અમદાવાદ ખાતે બદલી કરાઇ છે. સાગર બાગમારી સુરત ઝોન-4માં બદલી અને એસ.વી. પરમાર રાજકોટ સીટી ઝોન-1માં બદલી કરાઇ છે.

ગૃહ વિભાગ દ્વારા DySPની બદલીના આદેશ આપવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં શનિવારની રાત્રે કુલ 82 DySPની બદલી કરાઇ છે.

જેમાં એચ.કે.વાઘેલાની પાટણથી ગાંધીનગર બદલી, ડી.ડી ચૌધરીની ભાવનગરથી પાટણ બદલી, એમ.કે.રાણા VIP સિક્યોરિટી ગાંધીનગર ખાતે બદલી,

સી.સી.ખટ્ટાણાની SC-ST સેલ પોરબંદર ખાતે બદલી, સ્મિત ગોહિલ સાબરકાંઠા ખાતે બદલી, અતુલ વાણંદની મહેસાણાથી અમરેલી બદલી,

ડી.વી.રાણા L ડિવિઝન અમદાવાદ શહેર ખાતે બદલી, ડી.એસ પટેલ વિભાગીય પો.અધિકારી ગાંધીનગર બદલી કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે પોલીસતંકત્રમાં હાલ બદલીનો સિલસિલો યથાવત છે, અને હજુપણ બદલી થવાની શક્યતા રહેલી છે, આવનાર દિવસોમાં પણ બદલીનો દૈાર ચાલુ રહેશે.

ગુજરાતન વિધાનસભાની ચૂંટણી હવે ટૂંક સમયમાં જ જાહેર થવાની હોવાથી હાલ બદલી કરવામાં આવી રહી છે,

આચારસંહિતા લાગે તે પહેલા જ બદલી કરી દેવામાં આવી રહી છે.

ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છ, તમામ પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં કામે લાગી ગઇ છે,

હાલ ચૂંટણીપંચના નિર્દેશ અનુસાર રાજ્ય સરકાર બદલીના આદેશ આપી રહી છે
