Breaking News/ અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીના DNA મેચ થયા, ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીએનએ ટેસ્ટ પૂર્ણ થયા બાદ આજે અથવા કાલે તેમના મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Breaking News:અમદાવાદ 12જૂનની એ કાળી બપોર સમય 1:40 વાગ્યે અમદાવાદના મેઘનાનીનગર વિસ્તારમાં લંડન જતું વિમાન ક્રેશ થયું હતું. અને કેટલાય લોકોને ભરખી ગયું ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયાનક વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું અવસાન થયું હતું. વિમાન દુર્ઘટનાના 70 કલાક પછી વિજય રૂપાણીનો ડીએનએ મેચ થઈ ગયો છે અને ટૂંક સમયમાં મૃતદેહ પરિવારને સોંપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવશે. રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રૂપાણીના ઘરે અંતિમ સંસ્કારની તૈયારીઓ બીજી તરફ, રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં વિજય રૂપાણીના ઘરે અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ, પોલીસે અંતિમ સંસ્કારના એક કલાક પહેલા રસ્તાઓ બંધ કરવાની ચેતવણી જારી કરી છે. રૂપાણીના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તેમના નિવાસસ્થાને રાખવામાં આવશે. વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીએનએ ટેસ્ટ પૂર્ણ થયા બાદ આજે અથવા કાલે તેમના મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવશે. અંતિમ સંસ્કાર માટે તેમના પાર્થિવ શરીરને નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર પ્રકાશ સોસાયટીમાં વિજય રૂપાણીના નિવાસસ્થાને રાખવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:11Aનું રહસ્ય: થાઈ એરવેઝ અને એર ઈન્ડિયા ફ્લાઈટમાં મુસાફરનો જીવ બચવો એ સંયોગ કે હકીકત?

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: ઝડપથી મૃતદેહો પરિવારને મળે તેવા પ્રયત્ન ચાલુ: હર્ષ સંઘવી

આ પણ વાંચો:એર ઈન્ડિયા પાસે બોઈંગનાં 26 વિમાન, ભારતમાં બોઈંગ 787-8 ડ્રીમલાઇનરની શું છે સ્થિતિ?