કોરોના/ અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો, શહેરમાં કન્ટેનમેન્ટ ઝોનની કુલ સંખ્યા 177

અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. 21 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યા છે

Top Stories Gujarat

અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો
21 વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા
16 વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત
152 ઘરોના 580 લોકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં
અમદાવાદમા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 177

કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જે ચિંતાજનક બાબત છે, સમગ્ર વિશ્વમાં કોરોનાના મહામારીએ માઝા મૂકી છે,ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે, એમા પણ અમદાવાદમાં  સૈાથી વધારે કેસ સામે આવી રહ્યા છે, આજે મેટ્રો સીટી અમદાવાદમાં 2861 કેસ નોંધાયા હતા, શહેરમાં આજે પણ લોકો કોરોનાની ગાઇડલાઇનને નેવે મુકીને લોકો બેફિકરાઇથી ફરી રહ્યા છે જેના લીધે નવા સંક્રમણના કેસ વધી રહ્યા છે. અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. 21 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યા છે જયારે 16 વિસાતારને કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. 152 ઘરોના 580 લોકો કન્ટેનમેન્ટ ઝોનમાં છે.શહેરના કુલ માઇક્રો કન્ટેનમેન્ટની સંખ્યા 177 થઇ છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 7476 કેસ નોધાયા છે. જયારે અમદાવાદમાં સૌથી વધુ 2861 કેસ નોધાયા છે.સુરત શહેરમાં 1998, વડોદરામાં 551 કેસ, રાજકોટમાં 244, વલસાડમાં 189 કેસ, ભાવનગરમાં 136, સુરત ગ્રામ્યમાં 136 કેસ, કચ્છમાં 121 અને ગાંધીનગરમાં 135, મહેસાણામાં 108 કોરોના કેસ નોધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2704 લોકો ડિસ્ચાર્જ થયા છે. જયારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 37,238 છે. રાજ્યમાં કોરોનાથી 3 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,72,287 પહોંચ્યો છે. રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,28,406