Revenue/ છેલ્લા સાત માસમાં 516509 દસ્તાવેજોની નોંધણી, 3099 કરોડની આવક – મહેસૂલમંત્રી

કોરોના મહામારી અંતર્ગત રાજ્ય સરકારના હકારાત્મક નિર્ણયો અને ડિજીટલાઇઝેશનના પરિણામે દસ્તાવેજ નોંધણીમાં વધારો થયો  હોવાની માહિતી આપતા ગુજરાતનાં

Top Stories Gujarat Others

કોરોના મહામારી અંતર્ગત રાજ્ય સરકારના હકારાત્મક નિર્ણયો અને ડિજીટલાઇઝેશનના પરિણામે દસ્તાવેજ નોંધણીમાં વધારો થયો  હોવાની માહિતી આપતા ગુજરાતનાં મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા સાત માસમાં રાજ્યમાં પ,૧૬,પ૦૯ દસ્તાવેજોની નોંધણી થઇ છે. સ્ટેમ્પ ડયુટી પેટે રૂ. ૨૭૧૦ કરોડની અને દસ્તાવેજ નોંધણી પેટે રૂ. ૩૮૯ કરોડની આવક આમ કુલ મળીને રૂ. ૩૦૯૯ કરોડની આવક ગુજરાત સરકારને થઇ છે.

રાજ્યભરમાં iORA પોર્ટલ દ્વારા દસ્તાવેજોનાં ઇન્ડેક્ષ-ર અને બોજા પ્રમાણપત્રની ૩ર,ર૪૮ નકલો ઘરે બેઠા પહોંચાડાઇ છે અને આ કામમાંથી સરકારને રૂ. ૧.૪ર કરોડની આવક પ્રાપ્ત થઇ છે. રાજ્યની ૨૭ જેટલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટેનો સમય વધાર્યો છે. હાલ ગુજરાતભરની ૨૭ જેટલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટેનો સમય સવારે ૧૦.૩૦ થી રાત્રિના ૯.૦૦ વાગ્યા સુધીનો છે. રાજ્ય સરકારના હકારાત્મક નિર્ણયો અને ડિજીટલાઇઝેશનના પરિણામે સરકારની આવકની સાથે સાથે સામાન્ય માણસોની સુવિધામાં પણ અપ્રતિમ વધારો થયો છે.