કોરોના વાઇરસે સામાન્ય જનતા થી માંડીને નેતાઓ અને વડાપ્રધાન સુધી દરેકને માસ્ક પહેરતા કરી મુક્યા છે. ત્યારે અમદાવાદના મેયર બીજ્l પટેલ એક કાર્યક્રમમાં વગર માસ્ક પહેર્યે નજર આવ્યા હતા. Ppe કીટનું અનુદાન સ્વીકારતા સમયે મેયર બીજલ પટેલે માસ્ક પહેર્યું ન હતું. લો-ગાર્ડન સ્થિત સરકારી બંગલાના ગાર્ડનમાં કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં અનેક લોકોની હાજરી હોવા છતાં માસ્ક ન પહેરી મેયરે નિયમનો ભંગ કર્યો છે. ત્યારે મેયર દ્વારા જ માસ્ક ન પહેરવાનો મામલો સોશિયલ મીડિયામાં મોટા પ્રમાણમાં વાયરલ થયો છે. સેંકડો યુઝર્સે કોમેન્ટ્સનો મારો ચલાવીને મેયરને ટ્રોલ કર્યા હતા
બીજલ પટેલે માસ્ક ન પહેરતા શહેરીજનોએ સવાલ ઉઠાવ્યા છે. શહેરીજનોનું કહેવું છે કે પ્રજાજનોને સાવચેતી રાખવાની અપીલ કરતા મેયરે જ ખુદ માસ્ક નથી પહેર્યું તો પોલીસ તેમની સામે કાર્યવાહી કરશે કે કેમ..?
તો આ મુદ્દે મેયર બીજલ પટેલે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, એસ.બી.આઇ લાઇફ ઇન્સ્યુરન્સ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને PPE કીટ દાન સ્વીકારવાનો કાર્યક્રમ મારા સત્તાવાર નિવાસ સ્થાને જ હતો, જેથી મે માસ્ક પહેરેલ નહતો, તેમ છતાંય શુભેચ્છકોએ મારું ધ્યાન દોર્યું છે, મારા સ્વાસ્થ્યની ચિંતા કરવા બદલ આપ સૌની ઋણી છું.
એસ.બી.આઇ લાઇફ ઇન્સ્યુરન્સ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને PPE કીટ દાન સ્વીકારવાનો કાર્યક્રમ મારા સત્તાવાર નિવાસ સ્થાને જ હતો,
જેથી મે માસ્ક પહેરેલ નહતો,તેમ છતાંય શુભેરછકોએ મારું ધ્યાન દોર્યું છે,
મારા સ્વાસ્થ્યની ચિંતા કરવા બદલ આપ સૌની ઋણી છું.#MaruAmdavad #HealthyAmdavad— Bijal Patel 🇮🇳 #StaySafe (@ibijalpatel) May 29, 2020
