Not Set/ પત્નીનાં આડા સબંધોને કારણે પિતા, પુત્રી અને પુત્રની આપઘાતની કોશિશ, પુત્ર બચી ગયો

અરવલ્લીમાં પિતાએ બે બાળકો સાથે ઝેરી ગટગટાવી આપઘાત કરી લીધાની કંપારી છુટી જાય તેવી વિગતો સામે આવી રહી છે. અરવલ્લી જીલ્લાનાં મોડાસા તાલુકાના શામપુર ગામમાં આપઘાતની આ ઘટના સમગ્ર પંથકમા ચર્ચાનો વિષય બન્યો છે. આત્મઘાતની આ ઘટનામાં પિતા અને પુત્રીનું નીપજ્યું મોત છે, જ્યારે પુત્રનો બચાવ થયો છે.  5 વર્ષની પુત્રી સાથે પિતાનો મૃતદેહ અને અર્ધમૃત હાલતમાં ઘરમાંથી બાળક(પુત્ર) મળી આવતા […]

Gujarat Others

અરવલ્લીમાં પિતાએ બે બાળકો સાથે ઝેરી ગટગટાવી આપઘાત કરી લીધાની કંપારી છુટી જાય તેવી વિગતો સામે આવી રહી છે. અરવલ્લી જીલ્લાનાં મોડાસા તાલુકાના શામપુર ગામમાં આપઘાતની આ ઘટના સમગ્ર પંથકમા ચર્ચાનો વિષય બન્યો છે. આત્મઘાતની આ ઘટનામાં પિતા અને પુત્રીનું નીપજ્યું મોત છે, જ્યારે પુત્રનો બચાવ થયો છે. 

5 વર્ષની પુત્રી સાથે પિતાનો મૃતદેહ અને અર્ધમૃત હાલતમાં ઘરમાંથી બાળક(પુત્ર) મળી આવતા સમુહ આત્મહત્યાની આ સમગ્ર ઘટના બહાર આવી હતી. આત્મહત્યા પાછળનું કારણ પણ આત્મહત્યા કરતા પહેલા લખવામાં આવેલી સ્યુસાઇડ નોટ પરથી મળી આવ્યુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.

 

આપઘાત કરતા પહેલા લખી સ્યુસાઈડ નોટમાં મરણજનારની પત્નીના પરપુરૂષ સાથે સબંધ હોવાનો ઉલ્લેખ કર્યો હોવાથી સમગ્ર ઘટના પાછળ લગ્નેત્તર સબંઘો હોવાની વાતને પુષ્ટી મળી રહી છે. ઘટનાની જાણ થતા જ મોડાસા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે સધન તપાસ હાથ ધરી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews