Not Set/ ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક: પીએમ

નર્મદા, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતી છે. ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે નિર્માણ કરવામાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટરની પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. આ સાથે જ સરદાર પટેલની આ પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બની ગઈ છે. ત્યારે કેવળીયામાં લોકાપર્ણ દરમિયાન પીએમ મોદીએ સંબોધન કર્યું હતુ. ત્યારે પીએમએ સંબોધન આપતા જણાવ્યુ હતુ કે […]

Top Stories Gujarat Others

નર્મદા,

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતી છે. ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે નિર્માણ કરવામાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટરની પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. આ સાથે જ સરદાર પટેલની આ પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બની ગઈ છે. ત્યારે કેવળીયામાં લોકાપર્ણ દરમિયાન પીએમ મોદીએ સંબોધન કર્યું હતુ. ત્યારે પીએમએ સંબોધન આપતા જણાવ્યુ હતુ કે દેશની એકતા ઝિંદાબાદ.

સમગ્ર દેશ આજે એકતા દિવસ મનાવે છે. ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. દેશના ખૂણે-ખૂણે દેશની એકતા માટે યુવાઓએ દોડ કરી. મારું સૌભાગ્ય પ્રતિમાનું અનાવરણ કરવાનો મોકો મળ્યો.

ગુજરાતના લોકોએ મને અભિનંદન પત્ર આપ્યો. અભિનંદન પત્ર બદલ ગુજરાતની જનતાનો હુ આભાર વ્યક્ત કરુ છુ. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં પણ રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ દરમિયાન તેમણે કહ્યું હતું કે દેશની આઝાદી માટે સરદાર પટેલે પોતાના જીવનને હોમી દીધુ હતું. તેમણે સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને દેશના રજવાડાને વહેંચાવા દીધા નહતાં અને રાષ્ટ્રના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી.