Not Set/ શ્રીલંકાના કેપ્ટન ચંદિમલ સહિત કોચ અને મેનેજર ૨ ટેસ્ટ – ૪ વન-ડે મેચ માટે કરાયા સસ્પેન્ડ

નવી દિલ્હી, ગત જૂન મહિનામાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયેલા શ્રીલંકા ટીમના ખેલાડી દિનેશ ચંદિમલને દોષિત ઠેરવવામાં આવ્યો છે અને ૨ ટેસ્ટ અને ૪ વન-ડે મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ દિનેશ ચંદિમલની સાથે સાથે કોચ ચંદીકા હાથુરસિંઘ અને મેનેજર અસંકા ગુરુસીંધાને પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે. સોમવારે […]

Trending Sports
TH16CHANDIMAL શ્રીલંકાના કેપ્ટન ચંદિમલ સહિત કોચ અને મેનેજર ૨ ટેસ્ટ - ૪ વન-ડે મેચ માટે કરાયા સસ્પેન્ડ

નવી દિલ્હી,

ગત જૂન મહિનામાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયેલા શ્રીલંકા ટીમના ખેલાડી દિનેશ ચંદિમલને દોષિત ઠેરવવામાં આવ્યો છે અને ૨ ટેસ્ટ અને ૪ વન-ડે મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

આ દિનેશ ચંદિમલની સાથે સાથે કોચ ચંદીકા હાથુરસિંઘ અને મેનેજર અસંકા ગુરુસીંધાને પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે.

સોમવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, બોલ ટેમ્પરિંગ વિવાદ અંગે દિનેશ ચંદિમલ સહિત કોચ અને મેનેજરને ૨ ટેસ્ટ મેચ માટે ૪ વન-ડે મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

ત્યારે હવે સાઉથ આફ્રિકા સામે હાલમા રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાંથી ચંદિમલ ટીમનો હિસ્સો રહેશે નહિ તેમજ ૫ વનડે મેચની સિરીઝમાંથી પહેલા ૪ વનડે મેચનો પણ ભાગ બની શકશે નહિ, જે ૧ ઓગસ્ટથી શરૂ થવાની છે.

શું હતો મામલો ?

ઉલ્લેખનીય છે કે, ગત જૂન મહિનામાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકાએ ત્રીજા દિવસે ફિલ્ડ પર જવા માટે ઇનકાર કર્યો હતો અને બોલ નવો આપવાની માંગ કરી હતી. જેને કારણે દિવસના મેચ શરૂ થવામાં વિલંબ થયો હતો.

ત્યારબાદ આ ઘટનાને ગેમની સ્પિરિટ વિરુદ્ધ ગણવામાં આવે છે. જેથી ટીમના કોચ, કેપ્ટન અને મેનેજરને દોષિત ઠરાવી ICC દ્વારા તેઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.