Sports/ BCCIને પડી શકે છે MS ધોનીની જરૂર, ODI વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયામાં થઇ શકે છે એન્ટ્રી

BCCIને લાગે છે કે ત્રણેય ફોર્મેટનું સંચાલન કરવાનું કામ ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ માટે થોડું ભારે છે. આને ધ્યાનમાં રાખીને, BCCI કોચિંગની ભૂમિકાઓને વિભાજિત કરવાનું વિચારી રહી છે.

Sports
BCCI

ભારતીય ટીમના પૂર્વ સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર મોટી ભૂમિકામાં દેખાઈ શકે છે. વાસ્તવમાં, જ્યારથી ICC T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાંથી બહાર થઈ છે, ત્યારથી ભારતીય ટીમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં આગામી વર્ષોમાં મોટી ટુર્નામેન્ટો પણ આવવાની છે. આને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મોટો ફેરફાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

BCCIની આ તૈયારીઓ વચ્ચે BCCI પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મોટી જવાબદારી આપવાનું નક્કી કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, BCCI ભારતીય T20 ક્રિકેટના સેટઅપ સાથે મોટી ભૂમિકા માટે ધોનીને SOS (Si Opus Sit’ એટલે કે ‘જો જરૂરી હોય તો’) તરીકે મોકલવા તૈયાર છે. BCCI ભારતીય ક્રિકેટમાં કાયમી ભૂમિકા માટે ધોનીને બોલાવવા વિચારી રહી છે.

ધ ટેલિગ્રાફના અહેવાલો અનુસાર, BCCIને લાગે છે કે ત્રણેય ફોર્મેટનું સંચાલન કરવાનું કામ ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ માટે થોડું ભારે છે. આને ધ્યાનમાં રાખીને, BCCI કોચિંગની ભૂમિકાઓને વિભાજિત કરવાનું વિચારી રહી છે. જેને ધ્યાનમાં રાખીને BCCI ધોનીને સામેલ કરીને ટીમ ઈન્ડિયાનું સ્તર ઉંચુ કરવાનો પ્રયાસ કરી રહી છે. અહેવાલો અનુસાર, આ મહિનાના અંતમાં યોજાનારી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે.

રિપોર્ટ્સનું કહેવું છે કે, મહેન્દ્ર સિંહ ધોની IPL 2023 રમ્યા બાદ સંન્યાસ લઈ શકે છે. જે બાદ BCCI પોતાના અનુભવનો યોગ્ય રીતે ઉપયોગ કરીને ટીમ ઈન્ડિયાને આગળ લઈ જવા માટે કામ કરી શકે છે. ધોનીની કેપ્ટન્સીમાં ભારત બે વખત વર્લ્ડ કપ ચેમ્પિયન પણ બની ચૂક્યું છે, આવી સ્થિતિમાં મહેન્દ્ર સિંહ ધોનીને ખાસ કરીને ટી-20 ટીમ ચલાવવા માટે કહેવામાં આવી શકે છે.

જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે ધોનીને ક્યારે અને કયા ફોર્મેટમાં જવાબદારી સોંપવામાં આવશે. બીસીસીઆઈ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે, આ મહિનાના અંત સુધીમાં યોજાનારી BCCI એપેક્સ કાઉન્સિલની બેઠકમાં ધોનીની ભૂમિકા પર ચર્ચા થઈ શકે છે અને તેને ‘ક્રિકેટના નિર્દેશક’ બનાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો:ભાજપમાં ‘મધુ શ્રીવાસ્તવ’નું પુનરાવર્તન ન થાય તે જોવાની જવાબદારી અમિત શાહની

આ પણ વાંચો:ગુજરાત માટે કોંગ્રેસે 42 નેતાઓને બનાવ્યા નિરીક્ષક, દિલ્હીમાં રણનીતિ પર મંથન

આ પણ વાંચો:ભાજપે ડભોઈમાં તોડી ઉમેદવારોને રિપીટ ન કરવાની પરંપરા, ત્રીજી વખત પાર્ટીને મળશે જીત?