Gujarat election 2022/ અમદાવાદ દરિયાપુરમાં કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે પેડલ રીક્ષામાં જઈને ભર્યુ ફોર્મ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પોતાને ચાયવાલા કહે છે તો તે જ ફિલોસોફીને અનુસરતા Gujarat election 2022માં અમદાવાદની 51 દરિયાપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીનભાઈ શેખે (Gyasuddin shaikh) પેડલ રિશામાં (Peddle rickshaw)જઈ ફોર્મ ભર્યુ હતુ.

Top Stories Ahmedabad Gujarat
shaikh અમદાવાદ દરિયાપુરમાં કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે પેડલ રીક્ષામાં જઈને ભર્યુ ફોર્મ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પોતાને ચાયવાલા કહે છે તો તે જ ફિલોસોફીને અનુસરતા Gujarat election 2022માં અમદાવાદની 51 દરિયાપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીનભાઈ શેખે (Gyasuddin shaikh) પેડલ રિશામાં (Peddle rickshaw)જઈ ફોર્મ ભર્યુ હતુ.

‘નફરત છોડો ભારત જોડો’ ના નારા સાથે લોકો આજે જે અસહ્ય મોંઘવારીનો સામનો કરી રહ્યા છે તેનું પ્રતિબિંબ પાડતા ગ્યાસુદ્દીનભાઈ શેખે પેડલ રીક્ષામાં જઈ ફોર્મ ભર્યુ હતુ અને કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલની (Petrol-Diesel) સાથે ગેસના (Gas)ના ભાવમાં જે પ્રકારનો વધારો થયો છે તે જોતાં હવે પેડલ રીક્ષા અમારા જેવા ઉમેદવારો નહી પણ સામાન્ય લોકો માટે પણ પરિવહનનું મહત્વનું સાધન બનવાની છે.

તેમની સાથે અમદાવાદ શહેર કૉંગ્રેસ પ્રમુખ નીરવભાઈ ને સાથે પ્રદેશ મંત્રી જુનેદભાઇ શૈખ દરિયાપુર વોર્ડના કાઉન્સિલર ઈમ્તિયાઝ શૈખ, સમીરાબેન માર્ટિન, માધુરીબેન કલાપી,  શાહપુર વોર્ડના કાઉન્સિલર અકબરભાઈ ભટ્ટી, પૂર્વ કાઉન્સિલર મોનાબેન ભુપેશ ભાઈ વોર્ડ પ્રમુખ સઈદભાઈ શૈખ રાકેશભાઈ પરમાર અને ખુબજ મોટી સંખ્યામાં કૉંગ્રેસ પાર્ટી ના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યાં હતાં અને યુવા નેતા ફહીમ ખલીફા પણ હાજર હતા.