IND vs SL 1st ODI/ ભારતે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને 67 રને હરાવ્યું, શ્રેણીમાં 1-0થી આગળ

ભારતે આ મેચ મોટા અંતરથી જીતીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે આ સિરીઝની બીજી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે

Top Stories Sports
IND vs SL 1st ODI

IND vs SL :    ભારતે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને 67 રનથી હરાવી દીધું છે, ભારતે આ મેચ મોટા અંતરથી જીતીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે આ સિરીઝની બીજી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 373 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ટીમ જ્યારે બેટિંગ કરવા ઉતરી ત્યારે તેની સામે વિશાળ લક્ષ્ય હતું, પરંતુ ટીમે શરૂઆતમાં વિકેટ ગુમાવી દીધી અને  ટીમ દબાણમાં આવી ગઈ. ટીમ આમાંથી બહાર નીકળી શકી ન હતી અને સમયાંતરે વિકેટો પડતી રહી હતી. અંતે, સુકાની દાસુન શનાકાએ સદી ફટકારી, પરંતુ તે નિરર્થક ગઇ. શ્રીલંકા તરફથી કસુન રાજિતાએ 3 વિકેટ ઝડપી હતી, પરંતુ તે મોંઘો સાબિત થયો હતો. તેણે 10 ઓવરમાં 88 રન આપ્યા હતા.

ભારત( IND vs SL ) તરફથી ઉમરાન મલિકે 3 જ્યારે મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી હતી. શ્રીલંકા તરફથી પથુમ નિસાન્કાએ 72 રનની ઇનિંગ રમી હતી. જોકે, શરૂઆતમાં તેને અન્ય બેટ્સમેનોનો વધુ સાથ મળ્યો નહોતો. કેપ્ટન શનાકા છઠ્ઠા નંબર પર ઉતર્યો હતો.

ઉલ્લેખનીય છે કે (IND vs SL 1st ODI) ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં મંગળવારે ભારતે 67 રને શાનદાર જીત નોંધાવી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્માની શાનદાર ઇનિંગ્સના કારણે ભારતે 373/7નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં શ્રીલંકાની ટીમ 42 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 306 રન જ બનાવી શકી હતી. કેપ્ટન દાસુન શનાકાએ અણનમ સદી ફટકારી હતી. ભારત તરફથી ઉમરાન મલ્કીએ ત્રણ વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજે બે શિકાર લીધા. તે જ સમયે, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી.

બેદરકારી/Go Firstની મોટી બેદરકારી,મુસાફરોને લીધા વિના ફલાઇટ રવાના, જાણો કંપનીએ શું આપ્યું વળતર

Paddy Cultivation/હવે સિંચાઈ માટે પાણીનું ટેન્શન નહીં રહે.. વૈજ્ઞાનિકે ડાંગરની આ નવી જાત વિકસાવી