New Parliament Building/ જાણો નવા સંસદ ભવનથી જોડાયેેલી ખાસ અને મોટી વાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જેનુ 10 ડિસેમ્બરે શિલાન્યાસ કરવામાં આવશે તે નવું સંસદ ભવન 2022 સુધીમાં તૈયાર થઈ જાય તેવી સંભાવના છે. આ માહિતી આપતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શનિવારે કહ્યું હતું કે, આશા છે કે 2022 માં સંસદનું સત્ર નવા સંસદ ભવનમાં યોજવામાં આવશે. સ્પીકરે કહ્યું હતું કે બિલ્ડિંગનાં નિર્માણમાં 2,000 લોકો સીધા […]

Top Stories India
corona 53 જાણો નવા સંસદ ભવનથી જોડાયેેલી ખાસ અને મોટી વાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જેનુ 10 ડિસેમ્બરે શિલાન્યાસ કરવામાં આવશે તે નવું સંસદ ભવન 2022 સુધીમાં તૈયાર થઈ જાય તેવી સંભાવના છે. આ માહિતી આપતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શનિવારે કહ્યું હતું કે, આશા છે કે 2022 માં સંસદનું સત્ર નવા સંસદ ભવનમાં યોજવામાં આવશે. સ્પીકરે કહ્યું હતું કે બિલ્ડિંગનાં નિર્માણમાં 2,000 લોકો સીધા જોડાશે અને 9,000 લોકો પરોક્ષ રીતે કામ કરશે.

તેમણે કહ્યું, ‘નવી ઇમારત દેશની સાંસ્કૃતિક વિવિધતાને પ્રદર્શિત કરશે. આશા કરવામાં આવે છે કે સ્વતંત્રતાનાં 75 માં વર્ષ (2022) માં સંસદનું સત્ર નવા ભવનમાં યોજવામાં આવશે.’ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે આ વર્ષે સપ્ટેમ્બરમાં સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ નવા સંસદ ભવનનાં બાંધકામ માટેનો ટેન્ડર જીત્યો હતો.

corona 54 જાણો નવા સંસદ ભવનથી જોડાયેેલી ખાસ અને મોટી વાત

નવા સંસદ ભવનની સુવિધાઓ પર એક નજર:

64,500 વર્ગ મીટરમાં ફેલાયેલી, ભૂકંપ પ્રતિકાર ક્ષમતાથી લેશ: નવી ઇમારત 64,500 ચોરસ મીટરમાં ફેલાયેલો હશે. નિર્માણ પર અંદાજે 971 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ઓમ બિરલાએ કહ્યું કે નવી ઇમારત ભૂકંપ પ્રતિરોધક હશે.

સ્વદેશી નિર્માણ: લોકસભાનાં અધ્યક્ષે કહ્યું, “લોકશાહીનું હાલનું મંદિર 100 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આપણા દેશવાસીઓ માટે ગૌરવની વાત રહેશે કે નવી ઇમારતનું નિર્માણ આપણા પોતાના લોકો કરશે, જે આત્મનિર્ભર ભારતનું એક પ્રમુખ ઉદાહરણ હશે.”

corona 55 જાણો નવા સંસદ ભવનથી જોડાયેેલી ખાસ અને મોટી વાત

સાંસ્કૃતિક વિવિધતાથી સજ્જ: તેમણે કહ્યું કે, દેશની સાંસ્કૃતિક વિવિધતા નવી બિલ્ડિંગ દ્વારા દર્શાવવામાં આવશે. એવી આશા છે કે, આઝાદીનાં 75 વર્ષ પૂરા થવા પર (2022) નવા બિલ્ડિંગમાં સંસદનું સત્ર યોજવામાં આવશે.

1224 સાંસદો એક સાથે બેસી શકશે: તેમણે કહ્યું કે, નવા સંસદ ભવનમાં 1224 સાંસદ એક સાથે બેસી શકશે અને હાલનું શ્રમ શક્તિ ભવન (સંસદ ભવનની નજીક) ની જગ્યાએ બંને ગૃહોનાં સભ્યો માટે ઓફિસ પરિસર બનાવવામાં આવશે. બિરલાએ કહ્યું કે, સંસદની હાલની ઇમારતને દેશની પુરાતત્વીય સંપત્તિ તરીકે સાચવવામાં આવશે. સંસદની હાલની ઇમારત બ્રિટીશકાલીન છે, જે એડ્વિન લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. બંને નવી દિલ્હી પ્રદેશનાં આયોજન અને નિર્માણ માટે જવાબદાર હતા.

corona 56 જાણો નવા સંસદ ભવનથી જોડાયેેલી ખાસ અને મોટી વાત

પ્રદૂષણને અંકુશમાં રાખવાની ક્ષમતા: નવી ઇમારતનાં નિર્માણ દરમિયાન હવા અને અવાજ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે પૂરતા પગલા લેવામાં આવ્યા છે. બિરલા કહે છે કે નવા સંસદ ભવનમાં તમામ સાંસદો માટે અલગ કચેરીઓ હશે, જે આધુનિક ડિજિટલ સુવિધાથી સજ્જ હશે અને પેપરલેસ ઓફિસ બનાવવા તરફ આ એક પગલું હશે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 36 હજારથી વધુ કેસ

બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસ: PM મોદીએ કહ્યું – અમે આંબેડકરના સપના પૂરા કરવા કટિબદ્ધ…

ભાજપ સાથે સારા સબંધ હોત તો આજે પણ CM હોત, કોંગ્રેસ સાથે જોડાણથી બધુ ગુમાવ્યું – કુમારસ્વામી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો