Not Set/ મિશન લોટસ મહારાષ્ટ્રમાં લોન્ચ? એકવાર ફરી સાથે જોવા મળ્યા ફડણવીસ અને અજીત પવાર

ભાજપે આખરે કર્ણાટકમાં મિશન લોટસનો સુખદ સત્તા સાથે અંત લાવી દીધો છે. તો શું મિશન લોટસ મહારાષ્ટ્રમાં લોન્ચ કરી દોવામાં આવ્યું છે? કારણ,….કારણ કે, દેવેન્દ્વ ફડણવીસ અને અજીત પવાર એકવાર ફરી સાથે જોવા મળ્યા હતા. ગત મહિને ભાજપના નેતૃત્વમાં 80 કલાકની સરકારના પતન પછી એનસીપીના નેતા અજિત પવાર અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પહેલીવાર જાહેરમાં […]

Top Stories India
fadnavish ajit મિશન લોટસ મહારાષ્ટ્રમાં લોન્ચ? એકવાર ફરી સાથે જોવા મળ્યા ફડણવીસ અને અજીત પવાર

ભાજપે આખરે કર્ણાટકમાં મિશન લોટસનો સુખદ સત્તા સાથે અંત લાવી દીધો છે. તો શું મિશન લોટસ મહારાષ્ટ્રમાં લોન્ચ કરી દોવામાં આવ્યું છે? કારણ,….કારણ કે, દેવેન્દ્વ ફડણવીસ અને અજીત પવાર એકવાર ફરી સાથે જોવા મળ્યા હતા.

ગત મહિને ભાજપના નેતૃત્વમાં 80 કલાકની સરકારના પતન પછી એનસીપીના નેતા અજિત પવાર અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પહેલીવાર જાહેરમાં ફરી સાથે દેખાયા હતા. મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી કોઇ નવા જુની થવાનાં એંધાણ સામે આવી રહ્યા છે કે, શું ભાજપ દ્વારા મિશન કર્ણાટક સફતા પુર્વક પાર પડી ચૂક્યું છે અને ફડણવીસ દ્વારા પણ હું પાછો આવીશ, તેવું જાહેરમાં એક કરતા વધુ વખત કહેવામાં આવ્યું છે, તો શું મિશન લોટસ મહારાષ્ટ્રમાં લોન્ચ થઇ ગયું 

જોકે, એનસીપીના નેતા અજિત પવાર અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસમની આ મુલાકાત સબબ અજીત પવારે સોમવારે કહ્યું હતું કે બેઠક દરમિયાન બંનેએ હવામાન અને વરસાદની ચર્ચા કરી હતી. નોંધનીય છે કે ફડણવીસે 23 નવેમ્બરના રોજ વહેલી સવારના અરસામાં અણધારી રીતે મુખ્ય પ્રધાન તરીકે અને એનસીપી નેતા અજિત પવારના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. પરંતુ તેમની સરકાર ફક્ત 80 કલાક જ ચલી શકી હતી. 

તેમની ટૂંકા ગાળાની સરકારના પતન પછી ફડણવીસ (હવે વિધાનસભાના વિપક્ષી નેતા) અને અજીત પવાર પહેલીવાર રવિવારે સાથે જોવા મળ્યા હતા. અજીત પવાર, શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રાજ્યની મહારાષ્ટ્ર વિકાસ આઘડી (શિવસેના-એનસીપી-કોંગ્રેસ) સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદાર છે. સ્વતંત્ર ધારાસભ્ય સંજય શિંદેની પુત્રી માટે ફડણવીસ અને અજિત પવાર સોલાપુર જિલ્લાના લગ્ન સમારોહમાં સાથે જોવા મળ્યાં હતાં. તે બંને 20 મિનિટ સુધી વાતચીતમાં મગ્ન હતા. 

અજીતે પુણે જિલ્લામાં તેમના વતન બારામતીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે એક સાથે બેઠા હતા, તેથી તેનો અર્થ એ નથી કે કંઈક નવું રસોઇ બનાવવું છે.” અમે હવામાન અને વરસાદ વિશે ચર્ચા કરી.

તેમણે કહ્યું, ખુરશીઓની ગોઠવણી એવી રીતે કરવામાં આવી હતી કે અમે બંને સાથે બેઠા હતા. રાજકારણમાં કાયમી દુશ્મન નથી. અમે સાથે બેઠા હતા ત્યારે હવામાન વિશે વાત કરવાનું આપણા માટે સ્વાભાવિક હતું. નોંધપાત્ર વાત એ છે કે ફડણવીસે ગયા અઠવાડિયે એક ટીવી ચેનલને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે અજિત પવાર જ તેઓનો સંપર્ક કરતા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.