Not Set/ એકબીજાને લમણે ગોળી મારી પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા, મરતા પહેલા લીધી સેલ્ફી

બાડમેર,  રાજસ્થાનમાં પ્રેમી યુગલે એવી રીતે આત્મહત્યા કરી હતી કે સાંભળીને અરેરાટી થાય.રાજસ્થાનના ચૌહટનમાં પ્રેમી યુગલે એક બીજાને લમણે ગોળી મારીને આત્મહત્યા કરી હતી.આત્મહત્યા કરતા પહેલા બંનેએ એકબીજાને લમણે મુકેલી પિસ્તોલ સાથેની સેલ્ફી પણ ખેંચી હતી.સ્યુસાઈડ કરતા પહેલા પ્રેમીઓએ દેશી તમંચા સાથે બીજી  અનેક સેલ્ફી પણ લીધી હતી. ગુરુવારે સવારે ગામના સ્મશાનમાં એક અવાવરું જગ્યા […]

Top Stories India
એકબીજાને લમણે ગોળી મારી પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા, મરતા પહેલા લીધી સેલ્ફી

બાડમેર, 

રાજસ્થાનમાં પ્રેમી યુગલે એવી રીતે આત્મહત્યા કરી હતી કે સાંભળીને અરેરાટી થાય.રાજસ્થાનના ચૌહટનમાં પ્રેમી યુગલે એક બીજાને લમણે ગોળી મારીને આત્મહત્યા કરી હતી.આત્મહત્યા કરતા પહેલા બંનેએ એકબીજાને લમણે મુકેલી પિસ્તોલ સાથેની સેલ્ફી પણ ખેંચી હતી.સ્યુસાઈડ કરતા પહેલા પ્રેમીઓએ દેશી તમંચા સાથે બીજી  અનેક સેલ્ફી પણ લીધી હતી.

ગુરુવારે સવારે ગામના સ્મશાનમાં એક અવાવરું જગ્યા પર યુવક યુવતીના લોહી નિગળતી હાલતમાં મૃતદેહો મળી આવ્યાં હતાં. બંનેના લોહીથી લથપથ મૃતદેહો જોઈને લોકોની ભીડ ઉમટી પડી. કહેવાય છે કે બંનેએ દેશી તમંચાથી પોત પોતાની કાનપટ્ટી પર ગોળી મારી દીધી. મૃતકોની ઓળખ શંકર જાટ અને અંજૂ સુથાર તરીકે થઈ છે.

બાડમેર પોલીસ સુપ્રીટેન્ડેન્ટ રાશી ડોગરાના જણાવ્યાં મુજબ પ્રથમ દ્રષ્ટિએ આ આત્મહત્યા છે તેમ છતાં પોલીસ બીજા પાસાની પણ તપાસ કરી રહી છે. ત્યારબાદ આ બંનેની પાસે દેશી તમંચા કેવી રીતે પહોંચ્યા તેની તપાસ થશે.

ડોગરાના જણાવ્યાં મુજબ છોકરા અને છોકરીના પરિજનોની આ મામલે પૂછપરછ થશે.પશ્ચિમ રાજસ્થાનનું બાડમેર આત્મહત્યાનું કેપિટલ બની રહ્યું છે. દર  બીજા દિવસે અહીં આત્મહત્યાના મામલા સામે આવી રહ્યાં છે પરંતુ પ્રેમ પ્રકરણના પગલે ગોળી મારીને આત્મહત્યા કરવાનો કદાચ પહેલો મામલો છે. મૃતકો પાસે દારૂની બોટલો, સિગરેટ પણ પડેલી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.