Not Set/ CAA-NRC/ શું મમતા બેનર્જીને ભારતીય સંસ્થાઓમાં વિશ્વાસ નથી? : નિર્મલા સિતારમન

મમતા બેનર્જી દ્વારા CAA અને NRC મામલે UN કમિટી મારફતે લોકમત લેવડાવવાનાં વિધાન પર કેન્દ્રીય નાણાંમંત્રી દ્વારા મમતા પર પ્રહારો કરતા પુછવામાં આવ્યું છે. કે, પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બેનર્જીનીએ #સીટિઝનશીપ એક્ટ પર લોકમતની ટિપ્પણી કરી છે ત્યારે અમે ક્યારેય અમારા મામલામાં ત્રીજી પાર્ટી અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાની દખલ ઇચ્છતા નથી. આ આપણી(ભારતની) સંપૂર્ણ ઘરેલું બાબતે […]

Top Stories India
pjimage 3 2 CAA-NRC/ શું મમતા બેનર્જીને ભારતીય સંસ્થાઓમાં વિશ્વાસ નથી? : નિર્મલા સિતારમન

મમતા બેનર્જી દ્વારા CAA અને NRC મામલે UN કમિટી મારફતે લોકમત લેવડાવવાનાં વિધાન પર કેન્દ્રીય નાણાંમંત્રી દ્વારા મમતા પર પ્રહારો કરતા પુછવામાં આવ્યું છે. કે, પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બેનર્જીનીએ #સીટિઝનશીપ એક્ટ પર લોકમતની ટિપ્પણી કરી છે ત્યારે અમે ક્યારેય અમારા મામલામાં ત્રીજી પાર્ટી અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાની દખલ ઇચ્છતા નથી. આ આપણી(ભારતની) સંપૂર્ણ ઘરેલું બાબતે છે. તેણે(મમતા બેનર્જીએ) યુ.એન. મારફતે પૂછવાનું પસંદ કર્યું છે. તો શું તેને ભારતની સંસ્થાઓમાં વિશ્વાસ નથી?

નાણાંમંત્રી સિતારમન દ્વારા પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બેનર્જીની પર સીધો જ આરોપ લગાવવામાં આવ્યો છે અને પુછવામાં આવ્યું છે કે, શું તેને ભારતની સંસ્થામાં વિશ્વાસ નથી? આપને જણાવી દઇએ કે, મમતા બેનર્જી દ્વારા ગુરુવારે આક ટીપ્પણી કરવામાં આવી હતી અને ભારત સરકારને ચેલેન્જ આપવામાં આવી હતી.

આ પણ વાંચો : UNની દેખરેખમાં CAA-NRC પર લોકમત લેવડાવો : મમતા બેનર્જી આકરા પાણીએ

https://twitter.com/ANI/status/1208013223842070528

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે નાગરિકત્વ કાયદાને લઈને દેશવ્યાપી હંગામો વચ્ચે ભાજપ પર મોટો હુમલો કર્યો. તેમણે કહ્યું કે ભાજપની સ્થાપના 1980 માં થઈ હતી અને તે અમારા 1970ના  નાગરિકત્વના દસ્તાવેજો માંગી રહ્યા છે. મમતા બેનર્જીએ કોલકાતાની રેલીમાં કહ્યું હતું કે, જો ભાજપમાં હિંમત છે, તો તેણે સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ સુધારેલા નાગરિકત્વ કાયદા અને એનઆરસી અંગે લોકમત યોજવો જોઈએ.

મમતા બેનર્જીએ કોલકાતાની રેલીમાં કહ્યું હતું કે, આપણે આ દેશમાં બીજાની દયા પર જીવી રહ્યા નથી. મમતા બેનર્જીએ રેલીમાં કહ્યું હતું કે, ભાજપ તેમના કાર્યકરો માટે ટોપીઓ ખરીદી રહી છે. જેઓ કોઈ ખાસ સમુદાયને નુકસાન પહોંચાડવા અને તેમની સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે તેમને પહેરે છે. તેમણે કહ્યું કે ભાજપ સુધારેલા નાગરિકતા અધિનિયમને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની લડત બનાવવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.