તિબેટના પ્રખ્યાત આધ્યાત્મિક નેતા દલાઈ લામાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બન્યો છે. જે બાદ તેમણે હવે સોશિયલ મીડિયા દ્વારા માફી માંગી છે. માફી માંગતા તેમણે કહ્યું કે જો તેમના શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો તે છોકરા અને તેના પરિવારની માફી માંગે છે. આ સાથે તેમણે દુનિયાભરના તેમના મિત્રોની માફી પણ માંગી હતી. હકીકતમાં, આ વાયરલ વીડિયોમાં તેઓ એક બાળકને હોઠ પર કિસ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં, બાળક દલાઈ લામાને માન આપવા માટે નમન કરે છે. તે જ સમયે તેઓ બાળકને કિસ કરે છે. આટલું જ નહીં પરંતુ આ પછી તેઓ પોતાની જીભ બહાર કાઢે છે અને બાળકને તેમની જીભ ચૂસવાનું કહે છે.

આશ્ચર્યની વાત એ છે કે તેઓ બાળકને પૂછે છે કે શું તમે મારી જીભ ચૂસી શકો છો? આ પછી, આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ આ વીડિયો વાયરલ થઈ ગયો. જ્યારથી આ વીડિયો વાયરલ થયો છે ત્યારથી વિવાદ છેડાઈ ગયો છે. દલાઈ લામાના આ કૃત્યને લઈને લોકોએ પોતપોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું. જે બાદ તેણે સોશિયલ મીડિયા દ્વારા માફી માંગી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે દલાઈ લામા વિવાદમાં ફસાયા હોય. આ પહેલા પણ તેઓ વર્ષ 2019માં એક મોટા વિવાદમાં ફસાઈ ચૂક્યો છે. તેમણે એક મોટો વિવાદ ઉભો કર્યો જ્યારે તેમણે કહ્યું કે જો તેમની અનુગામી મહિલા બનવાની હોય, તો તે આકર્ષક હોવી જોઈએ. જે બાદ દુનિયાભરમાં તેમની ખૂબ ટીકા થઈ હતી. જોકે બાદમાં તેમણે આ માટે માફી પણ માંગી હતી.
આ પણ વાંચો: ફ્લાઇટ બાદ હવે ટ્રેનમાં પણ ‘પેશાબ કાંડ’! નશામાં TTએ મહિલાના માથા પર કર્યો ‘પેશાબ’
આ પણ વાંચો:બાથરૂમમાં નહાવા ગયેલા દંપતીનું મોત, ડરામણું કારણ આવ્યું સામે
આ પણ વાંચો:સદીના અંત સુધીમાં જનસંખ્યાનો વધારો થંભી જશે, કોઈ નવું બાળક નહીં જન્મે
આ પણ વાંચો:Swiggyમાં કામ કરતા યુવાનને પૂજારીઓએ આપી મંદિરમાં નોકરીની ઓફર, કારણ છે રસપ્રદ
આ પણ વાંચો:પત્ની પ્રેમી સાથે ભાગી જતાં બદલો લેવા પ્રેમીની પત્ની સાથે જ લગ્ન કરી લીધા
