Not Set/ DRDO દ્વારા પિનાકા મિસાઇલ સિસ્ટમનું સફળ પરિક્ષણ, રેન્જ વધીને થઇ 90 કિ.મી.

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા વિકસિત પિનાકા મિસાઇલ સિસ્ટમનો ફરીથી એકવાર ઓડિશાનાં દરિયાકાંઠે ફરીથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પિનાકા મિસાઇલની વિસ્તૃત રેન્જ સંસ્કરણ 90 કિ.મી.ના લક્ષ્યોને ભેદી શકે છે. આ મિસાઇલમાં મૂળ પિનાકા મિસાઇલની મારક પહોંચને વિસ્તારવામાં આવી હતી, અને 90 કિ.મીની કરવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે, પિનાકા મિસાઇલ પૂર્ણ […]

Top Stories India
pinak misel DRDO દ્વારા પિનાકા મિસાઇલ સિસ્ટમનું સફળ પરિક્ષણ, રેન્જ વધીને થઇ 90 કિ.મી.

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા વિકસિત પિનાકા મિસાઇલ સિસ્ટમનો ફરીથી એકવાર ઓડિશાનાં દરિયાકાંઠે ફરીથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પિનાકા મિસાઇલની વિસ્તૃત રેન્જ સંસ્કરણ 90 કિ.મી.ના લક્ષ્યોને ભેદી શકે છે. આ મિસાઇલમાં મૂળ પિનાકા મિસાઇલની મારક પહોંચને વિસ્તારવામાં આવી હતી, અને 90 કિ.મીની કરવામાં આવી હતી.

આપને જણાવી દઇએ કે, પિનાકા મિસાઇલ પૂર્ણ રીતે દેશમાં બનાવવામાં આવી છે. સ્વદેશી ટેક્નોલેજી સાથે આ મિસાઇલનું નિર્માણ DRDO દ્વારા કરવામાં આવ્યું છે. અને તે જમીન પરથી જમીન પર વાર કરતી અને પોતાનાં લક્ષ્યાંકને અચૂક ભેદન કરતી મિસાઇલ શ્રેણીમાંની એક છે.

આ પણ વાંચો : બ્રહ્મોસ મિસાઇલનાં જમીન-હવામાંથી કરવામાં આવેલા બનેં પરીક્ષણ સફળ

પિનાકા મિસાઇલની રેન્જમાં વિસ્તરણ થતા, ભારતીય સેના વધુ અંતરેથી દુષ્મન પર ત્રાટકવા અને પોતાનાં રક્ષણમાં વધુ સક્ષમ થશે. આપને જણાવી દઇએ કે, હાલમાં જ DRDO અને ભારતીય સેના દ્વારા જમીન અને હવામાંથી હુમલો કરવામાં આવી શકવા માટે સક્ષમ બહ્મોસ મિસાઇલનું પણ સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. તો થોડા સમય પૂર્વે જ આર્મી દ્વારા એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું પણ સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : આર્મીએ કર્યું એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ(S-400)નું સફળ પરીક્ષણ, DRDOએ તાક્યું બ્રહ્મોસ મિસાઇલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.