બેઠક/ મણિપુર હિંસા મામલે અમિત શાહે 24 જૂને બોલાવી સર્વપક્ષીય બેઠક

કેન્દ્ર સરકારે મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે 24 જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ બુધવારે (21 જૂન) સત્તાવાર હેન્ડલ પરથી ટ્વીટ કરીને બેઠક વિશે માહિતી આપી હતી

Top Stories India
12 16 મણિપુર હિંસા મામલે અમિત શાહે 24 જૂને બોલાવી સર્વપક્ષીય બેઠક

કેન્દ્ર સરકારે મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે 24 જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ બુધવારે (21 જૂન) સત્તાવાર હેન્ડલ પરથી ટ્વીટ કરીને બેઠક વિશે માહિતી આપી હતી.ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, “કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે 24 જૂને બપોરે 3 વાગ્યે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે.” લગભગ 50 દિવસથી મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છે. હિંસાની ઘટનાઓ અટકી રહી નથી.

 

 

મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે વિપક્ષી પાર્ટીઓ સતત સરકાર પાસે સર્વપક્ષીય બેઠકની માંગ કરી રહી હતી. 16 જૂનના રોજ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વિટ કરીને કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ કારણ કે દેશ જવાબ માંગી રહ્યો છે. આ પહેલા 15 જૂને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ મણિપુરની સ્થિતિ પર ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે પીએમ મોદી પર મૌન રાખવાનો આરોપ લગાવ્યો અને એમ પણ કહ્યું કે મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવું જોઈએ.