ભાજપે રેડી કર્યો રિપોર્ટ/ 182 બેઠકોના મતદાન બુથના 2017,2019અને 2021ની ચૂંટણીના પ્લસ-માઇનસનો ડેટા-એનાલિસિસ સાથેનો રિપોર્ટ બનાવ્યો

જે તે વિધાનસભા માં પક્ષના સ્થાનિકોનો અસંતોષ, ફરિયાદો નો નિકાલ કરવાની પ્રદેશ નેતાગીરી દ્વારા પ્રભારીઓને સોંપેલી જવાબદારી,

Top Stories Gujarat Others
જે તે વિધાનસભા માં પક્ષના સ્થાનિકોનો અસંતોષ, ફરિયાદો નો નિકાલ કરવાની પ્રદેશ નેતાગીરી દ્વારા પ્રભારીઓને સોંપેલી જવાબદારી, ચૂંટણીની તૈયારી

ગુજરાતમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીની તૈયારી સત્તા પક્ષ ભાજપે જોરશોરથી શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે દરેક વિધાનસભાના પ્રભારીઓ ને ગ્રાઉન્ડ લેવલ ની કામગીરી પૂર્ણ કરી 31 મી સુધીમાં તમામ 182 વિધાનસભાની રિપોર્ટ પ્રદેશ ભાજપ ને સોંપી દેવાની સૂચના આપવામાં આવી હતી.

ગુજરાતમાં ભાજપ દ્વારા વિધાનસભા બેઠક નિયુક્ત થયેલા પ્રભારીઓ દ્વારા ગ્રાઉન્ડ લેવલની કામગીરી કરી હતી .ભાજપે તમામ 182 બેઠકો પર પ્રભારી નિયુક્ત કરી દીધા બાદ વિધાનસભા બેઠક ના દરેક વોર્ડના પસંદગીના નેતાઓ પાસેથી ફીડબેક લેવામાં આવ્યા હતા. સાથે સાથે બૂથવાઈઝ 2017 વિધાનસભા, 2019 લોકસભા અને ખાસ કરીને 2021ની મહાનગરપાલિકા ચૂંટણીમાં જે બુથદીઠ પ્લસ અને માઇનસ વોટીંગ થયું હતું તેનો એક સંકલીત રિપોર્ટ સ્થાનિક આગેવાનો દ્વારા તૈયાર કરીને પ્રભારીને સોંપવામાં આવી રહ્યો છે, જેના પરથી આગામી સમયમાં નબળા રહેલા બુથો પર જે તે પેજ સમિતિથી લઇ વોર્ડ પ્રમુખ સુધીના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને પક્ષની સરસાઈ જળવાઈ રહે અને વધે તથા જે બુથ માઇનસ છે તેમાં પણ પ્લસ કરવા માટેની અલગ રણનીતિ તૈયાર કરવામાં આવી શકે છે.

સાથે સાથે શા માટે કોઇ ચોક્કસ બુથ માઇનસ છે અને તેના કારણો અંગે પણ પ્રભારીઓ સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે.જેના આધારે પ્રભારીઓ દ્વારા આ એક ડેટા રિપોર્ટ મેળવવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે કાર્યકર્તાઓમાં તથા અગ્રણીઓમાંથી કોઇ અસંતોષ કે ફરિયાદ હશે તેનો પણ નિકાલ લાવવા પ્રયત્ન કરવામાં આવી રહયા છે, ખાસ કરીને ગંભીર ફરિયાદ અંગે પ્રદેશ નેતાગીરી નું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. ગુજરાત માં 150થી વધુ બેઠકો મેળવવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહેલા ભાજપ સંગઠને તમામ વિધાનસભા ના મતદાનબુથને 100 ટકા સુધી લઇ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

ગેરરીતિઓની પણ હદ્દ હોય / PM મોદી આપશે બીએની પરીક્ષા! બિહારની આ યુનિવર્સિટીએ એડમિટ કાર્ડ જારી કર્યું