Not Set/ આયરલેન્ડની ટીમ 38 રનમાં ઓલઆઉટ,હાર પર આવેલાં ઇંગ્લેન્ડની સરળ જીત

લંડન, તાજેતરમાં જ વર્લ્ડ ચેમ્પિયન બનેલી ઇંગ્લેન્ડની ટીમે આયરલેન્ડ સામે લોર્ડસ સ્ટેડિયમમાં રમાયેલી ચાર દિવસની એકમાત્ર ટેસ્ટ મેચમાં જીત મેળવી હતી.જો કે એક સમયે હાર પર આવી ગયેલી ઇંગ્લેન્ડની ટીમ સામે  બીજી ઈનિંગમાં આયરલેન્ડ માત્ર 38 રનમાં જ ઓલઆઉટ થઈ જતા આ મેચ ઈંગ્લેન્ડે 143 રને જીતી લીધી. આ મેચમાં પહેલી ઇંનિગ્સમાં ઇંગ્લેન્ડ માત્ર 85 […]

Top Stories Sports
aam 12 આયરલેન્ડની ટીમ 38 રનમાં ઓલઆઉટ,હાર પર આવેલાં ઇંગ્લેન્ડની સરળ જીત

લંડન,

તાજેતરમાં જ વર્લ્ડ ચેમ્પિયન બનેલી ઇંગ્લેન્ડની ટીમે આયરલેન્ડ સામે લોર્ડસ સ્ટેડિયમમાં રમાયેલી ચાર દિવસની એકમાત્ર ટેસ્ટ મેચમાં જીત મેળવી હતી.જો કે એક સમયે હાર પર આવી ગયેલી ઇંગ્લેન્ડની ટીમ સામે  બીજી ઈનિંગમાં આયરલેન્ડ માત્ર 38 રનમાં જ ઓલઆઉટ થઈ જતા આ મેચ ઈંગ્લેન્ડે 143 રને જીતી લીધી.

આ મેચમાં પહેલી ઇંનિગ્સમાં ઇંગ્લેન્ડ માત્ર 85 રનમાં ઓલ આઉટ થઇ જતાં તે મુશ્કેલીમાં મુકાયું હતું.

જો કે ઈંગ્લેન્ડે આપેલા 182 રનના લક્ષ્યનો પીછો કરતા આયરલેન્ડ ત્રીજા દિવસે 15 ઓવરમાં માત્ર 38 રન જ બનાવી શકી.

બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સે સૌથી વધુ છ વિકેટ જ્યારે સ્ટુઅર્ટ બ્રોડને ચાર વિકેટ મળી. આયરલેન્ડ માટે સૌથી વધુ રન જેમ્સ મેકલમ (11) બનાવ્યા. આ ઉપરાંત તેમનો અન્ય કોઈ ખેલાડી બે આંકડાઓ સુધી પહોંચી શક્યો નહોતો.ટારગેટનો પીછો કરતા આયરલેન્ડની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. માત્ર 11 રનના સ્કોર પર કેપ્ટન વિલિયમ પોર્ટરફિલ્ડ માત્ર 2 રન બનાવી આઉટ થઈ ગયો. ત્યાર બાદ આખી ટીમ પત્તાના મહેલની જેમ પડી ગઈ.

ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 303 રન બનાવ્યા હતા. જેમાં નાઈટવોચમેન તરીકે 92 રનની ઈનિંગ રમનારા બોલર જેક લીચનને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો.

આયરલેન્ડે કરેલાં 38 રન તે ટેસ્ટ ક્રિકેટમાં તેમનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે.ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગમાં કોઈ ટીમે ઓછા રન બનાવ્યા હોય તેવી આ પાંચમી ઘટના છે. આ પહેલા ન્યૂઝીલેન્ડના નામે માત્ર 26 રન બનાવાનો રેકોર્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન