જાણીતા જ્યોતિષ પી ખુરાનાનું આજે સવારે ચંદીગઢમાં નિધન થયું છે. જ્યોતિષ પી ખુરાના ફિલ્મ અભિનેતા આયુષ્માન ખુરાનાના પિતા હતા. આજે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે ચંદીગઢના મણિમાજરા સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. છેલ્લા 2 દિવસથી પી ખુરાના પંજાબના મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ હતા. હૃદયની બિમારીના કારણે તેઓ 2 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
આયુષ્માનના ભાઈ અને અભિનેતા અપારશક્તિ ખુરાનાના પ્રવક્તાએ આ અંગે નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ખૂબ જ દુઃખની વાત છે કે આયુષ્માન અને અપારશક્તિ ખુરાનાના પિતા જ્યોતિષાચાર્ય પી ખુરાનાનું આજે સવારે 10.30 વાગ્યે મોહાલીમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી રોગથી પીડિત હતા. અને આ સમયમાં, અમે તમારી પ્રાર્થના અને પરિવાર માટેના સમર્થન માટે આભારી છીએ.
આયુષ્માનની કારકિર્દી પાછળ મોટો હાથ
આયુષ્માન ખુરાના તેના પિતાની ખૂબ નજીક હતો. તેના પિતા પી ખુરાના એ જ તેને અભિનેતા બનવા માટે સપોર્ટ કર્યો હતો, અને તેને ફિલ્મ ઉદ્યોગમાં જવા માટે કહ્યું હતું. પિતા જાણતા હતા કે પુત્ર આયુષ્માનનું કરિયર આ ઈન્ડસ્ટ્રીમાં સફળ બનશે. આવી સ્થિતિમાં, અભિનેતાએ તેના પિતાના આશીર્વાદ લઈને તેની ફિલ્મી સફર શરૂ કરી.
વારસો આગળ ધપાવ્યો
વર્ષ 2021માં જ્યોતિષ પી ખુરાનાએ પોતાનો વારસો શિલ્પા ધરને આપ્યો હતો. આ દરમિયાન તેણે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કેટલા લોકોએ તેનો વારસો મેળવવામાં રસ દાખવ્યો હતો, પરંતુ કોઈ તેમના દિલને સ્પર્શી શક્યું નથી. આ પછી શિલ્પા તેને મળી, જેણે તેને પ્રભાવિત કર્યા. પી ખુરાનાએ કહ્યું હતું કે શિલ્પાએ તેના માર્ગદર્શકની તમામ પરીક્ષાઓ નિઃસ્વાર્થ ભાવનાથી પાસ કરી છે. તેથી જ તેમને લાગ્યું કે તે પોતાનો વારસો શિલ્પા ધરને આપી શકે છે.
View this post on Instagram
આયુષ્માને તેના પિતા વિશે વાત કરી
આયુષ્માન ખુરાના તેના પિતા સાથે ગાઢ બોન્ડ શેર કરતો હતો. તે પોતાની કારકિર્દીની શરૂઆતનો શ્રેય પણ તેના પિતાને આપે છે. આયુષ્માને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ચંદીગઢમાં રહેવા માગતો હતો, પરંતુ તેના પિતા પી ખુરાના તેને મુંબઈ લઈ ગયા હતા. તેણે એ પણ જણાવ્યું કે કેવી રીતે તેના પિતા મુંબઈ ગયા અને કોઈને કહ્યું કે તેમનો દીકરો એક દિવસ મોટો સ્ટાર બનશે.
View this post on Instagram
આયુષ્માનને આ વિશે ખબર ન હતી. જો કે, પાછળથી જાણ થતાં, તેને ડર હતો કે જો તે તેના પિતાની અપેક્ષાઓ પર ખરો ના ઉતરી શક્કયો તો શું થશે. અભિનેતાએ અન્ય એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જયારે અમને નાના હતા ત્યારે તેના પિતા ખૂબ જ કડક હતા. તેને તેના પિતા દ્વારા ખૂબ માર મારવામાં આવતો હતો.
આ પણ વાંચો:એક થી એક આપી હિટ ફિલ્મો, અદાથી લઈને બીજા 10 સ્ટાર્સ ગાયબ છે અત્યારે ઈન્ડસ્ટ્રીમાંથી
આ પણ વાંચો:કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ મૃણાલ ઠાકુરે કર્યું ડેબ્યુ, એક્ટ્રેસનો લૂક જોઇને ચાહકો થયા પાણી પાણી…
આ પણ વાંચો:અનુરાગ કશ્યપની વધુ એક ડાર્ક ફિલ્મ, કેનેડી ફિલ્મની શું છે કહાની આવો જાણીએ
આ પણ વાંચો:કંગના રનૌતને હિન્દુત્વ પર બોલવાની ભારે કિમંત ચૂકવવી પડી, એલોન મસ્કના નિવેદન પર તેને કહ્યું કે