Shani Sada Sati 2027/ વર્ષ 2027માં આ રાશિ પર શરુ થશે શનિની સાડા સાતીનું પ્રથમ ચરણ…શી સાવધાની રાખશો?

શનિ અને વૃષભ રાશિના સ્વામી શુક્ર ગ્રહ વચ્ચે મિત્રતાનો સંબંધ છે. વર્ષ 2027માં વૃષભ રાશિ પર શનિની સાડા સાતી (Shani Sada Sati 2027)નો શું પ્રભાવ પડશે?

Trending Religious Rashifal Dharma & Bhakti
Shani Sada Sati 2027...વૃષભ રાશિ પર આનું પ્રથમ ચરણ શું પ્રભાવ પાડશે? જાણો Effective ઉપાય!

Shani Sada Sati 2027: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે પણ શનિ ગ્રહ પોતાની રાશિ બદલે છે અને એનો કોઈ ને કોઈ પ્રભાવ પણ તમામ 12 રાશિઓ પર અને એમના જીવન પર પડતો હોય છે. શનિના આ રાશિ પરિવર્તનથી કોઈ રાશિ પર સાડા સાતીનો પ્રારંભ થાય છે અને કોઈને એમાંથી મુક્તિ મળે છે. આ જ ક્રમમાં જોઈએ તો 3 જૂન 2027 (3 June 2027)ના રોજ શનિદેવ મેષ રાશિમાં પ્રવેશ કરશે.

શનિના આ ગોચરની સાથે જ વૃષભ રાશિ (Taurus)ના જાતકો પર સાડા સાતીના પ્રથમ ચરણનો પ્રારંભ થઈ જશે. જો કે, શનિ અને વૃષભ રાશિના સ્વામી શુક્ર ગ્રહ (Shukra Grah and Shani Grah) વચ્ચે મિત્રતાનો સંબંધ છે આથી એ સાડા સાતી આ જાતકોને મિક્સ પરિણામ પ્રદાન કરશે. તો જાણીએ કે વર્ષ 2027માં વૃષભ રાશિ પર શનિની સાડા સાતી (Shani Sada Sati 2027)નો શું પ્રભાવ પડશે? આ દરમિયાન તમારે શી સાવધાનીઓ રાખવાની રહેશે?

Effects of Shani Sada Sati 2027 on Vrushabh Rashi
Effects of Shani Sada Sati 2027 on Vrushabh Rashi

વૃષભ રાશિ પર સાડા સાતીના પ્રથમ ચરણનો પ્રભાવ (Effects of Shani Sada Sati 2027 on Vrushabh Rashi)

શનિ દેવની સાડા સાતીના કુલ 3 ચરણ હોય છે અને દરેક ચરણની સમયાવધિ અઢી વર્ષની હોય છે. વર્ષ 2027માં વૃષભ રાશિના જાતકો પર આનું પ્રથમ ચરણ શરુ થવા જઈ રહ્યું છે. જ્યારે મેષ રાશિના જાતકો પર એનું બીજુ ચરણ અને મીન રાશિ વાળા જાતકોનું ત્રીજુ ચરણ શરુ થશે. તો ચાલો જાણીએ કે વૃષભ રાશિના જાતકો પર ચાડા સાતીના પ્રથમ ચરણનો પ્રભાવ કેવો પડશે?

1. સાડા સાતીના પ્રથમ ચરણમાં અનાવશ્યક ખર્ચાઓ વધશે અને જેથી તમારું બજેટ બગડી શકે છે.

2. મહેનતના અનુરુપ ફળ મળવામાં સમય લાગશે.

3. કોઈ પણ મોટું રોકાણ (Investment) સમજી વિચારીને કરવાની રહેશે.

4. આ અવધિમાં માનસિક તણાવ ઘણી હદ સુધી રહેશે, સ્વભાવમાં ચિડીયાપણું આવી શકે છે.

5. પરિવારના સભ્યો સાથે કોઈ ને કોઈ બાબત અંગે ઝગડો થઈ શકે છે.

વૃષભ રાશિએ આ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું

1. શનિની સાડા સાતી દરમિયાન ઉતાવળમાં નિર્ણયો ન લેવા.

2. વિના વિચાર્યે સંપત્તિ ખરીદવાનું, રોકાણ કરવાનું કે નોકરી બદલવાનું ટાળવું.

3. તમારી વાણી પર સંયમ રાખવો જેથી કોઈ પણ પ્રકારના વાદ-વિવાદથી બચવું.

4. સાડા સાતી દરમિયાન કોઇ પણ કામમાં બેદરકારીથી ન વર્તવું

5. કોઈનું અપમાન ન કરવું.

Shani Sada Sati 2027- Shani Upay
Shani Sada Sati 2027- Shani Upay

શનિદેવને પ્રસન્ન કરવાના અચૂક ઉપાય (Shani Upay)

1. દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવો. એવું કહે છે કે હનુમાનજીના ભક્તોને શનિ દેવ ક્યારેય હેરાનગતિ નથી આપતા.

2. શનિવારના દિવસે કોઈ ગરીબ અથવા જરુરિયાતમંદને કાળા તલ, સરસવનું તેલ, કાળા અડદ અથવા તો કામળો દાન કરવો.

3. પ્રત્યેક શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો અવશ્ય કરવો.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: