Shani Margi 2026: ન્યાયના દેવતા શનિ દેવ 11 ડિસેમ્બર 2026ના રોજ મીન રાશિમાં પોતાની સીધી ચાલે ચાલવા જઈ રહ્યાં છે. શનિનું માર્ગી (Shani Margi 2026) થવું એ રાશિઓના સૂતેલા નસીબને ચમકાવી દેશે જેમને હજુ સુધી કાર્યોમાં સતત અડચણો અથવા સંઘર્ષોનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ કે શનિની આ સીધી ચાલ કઈ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન અને સફળતા લઇને આવશે?
શનિનું માર્ગી (Shani Margi 2026) થવું એ 4 રાશિઓ માટે અનુકૂળ
ચાલો જાણીએ કે શનિની આ સીધી ચાલ કઈ ભાગ્યશાળી રાશિઓ (Zodiac Signs)ના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે?

મેષ રાશિ (Aries)
મેષ રાશિના જાતકો માટે શનિની આ સીધી ચાલ અનુકૂળ સાબિત થશે. 12 ડિસેમ્બરથી તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે. માનસિક સમસ્યાઓનો બોજો થોડો ઓછો થશે. જે તમારી અંદર તમે બેચેની મહેસૂસ કરી રહ્યાં હતા એમાંથી ધીમે-ધીમે રાહત મળવાનું શરુ થશે. તમારા કાર્યોને તમે સારી રીતે કરી શકશો.
ઉપાય- શનિવારની સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રજ્વલિત કરવો.

મિથુન રાશિ (Gemini)
મિથુન રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું શુભ સાબિત થશે. વ્યવસાયિક જીવનમાં પ્રગતિ થશે. જીવનમાં ધીમે-ધીમે સકારાત્મક પરિવર્તનો આવવાના શરુ થશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સંબંધ દ્રઢ થશે. કેરિયરમાં લાભ પ્રાપ્તિના અનેક સોનેરી અવસરો પ્રાપ્ત થશે. કામમાં
કરવામાં આવેલી મહેનત રંગ લાવશે.
ઉપાય- શનિવારે પીપળાના વૃક્ષ પર કાળા તલ મિક્સ કરેલા પાણીનો અર્ઘ્ય આપવો.

કર્ક રાશિ (Cancer)
શનિના માર્ગી થતા જ કર્ક રાશિવાળાના અટકેલા કાર્યો થવાનું શરુ થઈ જશે. કોઈ કાર્યમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છએ. જો તમે કોઈ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હો તો શનિનું માર્ગી થવું તમારા માટે અત્યંત શુભ સાબિત થઇ શકે છે. તમે કોઈ અધ્યાત્મિક યાત્રા પર જઇ શકો છો. અચાનક ધન પ્રાપ્તિના પણ શુભ યોગ રચાશે.
ઉપાય- શનિવારે શનિ સંલગ્ન વસ્તુઓનું દાન કરવું.

સિંહ રાશિ (Leo)
શનિનું માર્ગી થવું તમારી આર્થિક બાબતો માટે શાનદાર સાબિત થશે. જો તમે લાંબા સમયથી કોઈ દેવાના બોજાથી હેરાન થયેલા હો તો એમાં રાહત મળી શકે છે. આવકમાં વૃદ્ધિના પણ સંકેત છે. નવી નોકરી મળવાના પણ શુભ સંયોગો બની રહ્યાં છે.
ઉપાય- શનિવારના દિવસે કાળા તલ પાણીમાં અર્પિત કરો. આનાથી જીવનની અનેક મુશ્કેલીઓથી મુક્તિ મળી શકે છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
