Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Vadodara News/ આર્કિટેક્ચરની ડિગ્રી ધરાવતો બ્રિજેશ સાયબર ઠગો માટે ખોલાવતો હતો મ્યુલ એકાઉન્ટ, 3 બેન્ક સાથે કનેક્શન

Mule Account Fraud: વડોદરા પોલીસે સાયબર ઠગો માટે કમિશન લઈને મ્યુલ એકાઉન્ટ ખોલાવી આપવાના આરોપમાં બ્રિજેશ પટેલની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં વડોદરા અને કચ્છના ચાર કેસમાં રૂ. 1.73 કરોડથી વધુના વ્યવહારોની વિગતો સામે આવી છે.

November 17, 2026Jaymin Dhiman
Top Stories Gujarat Vadodara
Mule Account Fraud: વડોદરામાં મ્યુલ એકાઉન્ટ ગેંગનો પર્દાફાશ, 1.73 કરોડના વ્યવહારોનો ખુલાસો

Vadodara News: ડિજિટલ અરેસ્ટ સહિતના સાયબર ફ્રોડમાં લોકો પાસેથી પડાવેલી રકમની હેરાફેરી કરવા માટે મ્યુલ બેન્ક એકાઉન્ટ ખોલાવી આપવાના કેસમાં વડોદરા પોલીસે બ્રિજેશ પટેલની ધરપકડ (Mule Account Fraud) કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બ્રિજેશ આર્કિટેક્ચરમાં ડિપ્લોમા ડિગ્રી ધરાવે છે અને કથિત રીતે કમિશન લઈને સાયબર ઠગો માટે બેન્ક ખાતાં ખોલાવવામાં મદદ કરતો હતો. વડોદરા અને કચ્છના ચાર કેસમાં આ ટોળકીએ રૂ. 1.73 કરોડથી વધુના વ્યવહારો કર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

Mule Account Fraud: ત્રણ બેન્કમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યાનો ખુલાસો

પોલીસ તપાસ મુજબ, વડોદરાના જૂના પાદરા રોડ પર આવેલી કર્ણાટક બેન્કમાં ખોલાવવામાં આવેલા મ્યુલ એકાઉન્ટમાં શ્રવણકુમારનું નામ સામે આવ્યું હતું. આ ખાતું કમિશન આપીને ખોલાવવામાં આવ્યું હોવાની તપાસ દરમિયાન બ્રિજેશ રામચંદ્ર પટેલની ભૂમિકા સામે આવી હતી. બ્રિજેશ મકરપુરા એરફોર્સ પાછળ આવેલી નીલકંઠ રેસિડેન્સીનો રહેવાસી છે.

આ ઉપરાંત, વાઘોડિયા રોડ પર આવેલી એક્સિસ બેન્કમાં આરપીસીએલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામે ખોલાયેલા ખાતામાં સાયબર ફ્રોડની આશરે રૂ. 1.20 કરોડની રકમના વ્યવહારો થયા હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ ખાતા સાથે પણ બ્રિજેશ અને તેના પિતા રામચંદ્ર પટેલનું નામ જોડાયું છે.

તપાસમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પણ બ્રિજેશે મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યું હોવાની વિગતો સામે આવી (SBI Mule Account) છે. આ મામલે પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.

કચ્છના બે કેસમાં પણ સંડોવણી

કચ્છમાં ડિજિટલ અરેસ્ટ અને કાર વેચાણના નામે થયેલી છેતરપિંડીના બે કેસમાં ટોળકીએ બોગસ બેન્ક ખાતાંનો ઉપયોગ કરીને રૂ. 41 લાખથી વધુની રકમ પડાવી હતી. આ ખાતાં ખોલાવવામાં પણ બ્રિજેશની સંડોવણી સામે આવતાં વડોદરા પોલીસે તેને વાસદ પાસેથી ઝડપી પાડ્યો હતો.

સાયબર સેલના એસીપી મયૂરસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર, બ્રિજેશ મ્યુલ એકાઉન્ટ ખોલાવનાર લોકોને કમિશન આપતો હતો અને પોતે પણ આ કામમાંથી કમિશન મેળવતો (Vadodara Cyber Crime) હતો.

બ્રિજેશ તપાસમાં રાજસ્થાનના મનોજનું નામ આપે છે

પોલીસ હવે તપાસ કરી રહી છે કે બ્રિજેશ કોના કહેવાથી બેન્ક ખાતાં ખોલાવતો હતો અને આ ખાતાંમાં આવતી લાખોની રકમ કોણ ઉપાડતું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય સાયબર ઠગ ટોળકીઓને સ્થાનિક બેન્ક ખાતાંની જરૂર પડતી હોવાથી તેઓ કમિશન આપીને અન્ય લોકોનાં ખાતાં મેળવતા હતા.

પૂછપરછ દરમિયાન બ્રિજેશ તરફથી સંતોષકારક વિગતો મળી નથી. તેણે રાજસ્થાનના મનોજનું નામ આપીને પોતાના નામે તે કામ કરતો હોવાનું જણાવ્યું છે. આથી પોલીસે મનોજ અને અન્ય સંભવિત સાગરીતોની તપાસ શરૂ કરી છે.

અકોટાના કેસમાં જેલમાં, બીજા કેસમાં ધરપકડની તૈયારી

અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મ્યુલ એકાઉન્ટના કેસમાં બ્રિજેશની ધરપકડ (Digital Arrest Scam) કરવામાં આવી હતી. રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે તેને જેલમાં મોકલી આપ્યો હતો. હવે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આશરે રૂ. 1.20 કરોડના વ્યવહારોના કેસમાં તેની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: હિંમતનગરમાં સાયબર ઠગોના નેટવર્કનો પર્દાફાશ, 12 એકાઉન્ટમાં કરોડોની લેવડદેવડ આવી સામે

આ પણ વાંચો: નકલી CJI, નકલી CBI; કેવી રીતે સાયબર ઠગોએ ઉદ્યોગપતિ એસપી ઓસવાલ સાથે 7 કરોડની કરી છેતરપિંડી

આ પણ વાંચો: ઓપરેશન મ્યૂલ હન્ટ : સાયબર ઠગોના આકાઓ સુધી પહોંચશે ગુજરાત પોલીસ!

Post navigation

11 ડિસેમ્બરથી શનિ ચાલશે સીધી ચાલ….138 દિવસો પછી માર્ગી થઈને આ 4 રાશિઓના જીવનમાં લાવશે સકારાત્મક પરિવર્તન…
દારૂ પીવા અને ઘર વેચવાના વિરોધમાં પતિએ પત્નીને સાંકળોથી બાંધી નિર્જન સ્થળે છોડી

More Posts

Not Set/ કોંગ્રેસ/ EU સાંસદોની કાશ્મીર મુલાકાત ‘PR સ્ટંટ’ થી વધુ કઈ નથી

October 30, 2019October 30, 2019padma prajay

Not Set/ મહેસાણા/ કડી નજીક કેનાલમાં ખાબકી કાર, એકનો બચાવ, 4 લાપતા

October 12, 2020Hemakshi Vyas

india news/ 22 વર્ષ પછી વતન પરત ફરી હમીદા બાનો, નોકરી માટે દુબઈની લાલચ આપી પાકિસ્તાન લઈ ગયો એજન્ટ

December 18, 2024Heena Dave

Not Set/ #Budget2020/ બજેટ ફિલ્મ જેવું, મધ્યાંતર પછી ફ્લોપ શો : પી ચિદમ્બરમે સાધ્યું નાણાંમંત્રી પર નિશાન

February 4, 2020Bhavesh Vyas
હાર્દિક પટેલનું નિવેદન

Political/ કેટલાક નેતાઓ જ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વને ગેરમાર્ગે દોરે છે: હાર્દિક પટેલ

May 19, 2022Rahul Rathod
assembly

up electon/ સાતમા તબક્કા માટે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ

February 21, 2022Nita vagh

Indira Gandhi/ કેરળના બીજેપીના એકમાત્ર સાંસદે ઈન્દિરા ગાંધીને ‘ભારત માતા’ કહ્યા

June 15, 2024June 15, 2024Nikunj Patel

Kutch News/ કચ્છના કપુરાશીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ‘ખાટલા સભા’: સરહદી ગામોના રાષ્ટ્રપ્રેમને બિરદાવ્યો

November 6, 2025Nikunj Patel
godown

Ahmedabad News/ અમદાવાદના ગોતામાં ગોડાઉન ભડકે બળ્યું, ફાયર બ્રિગેડની 5 થી વધુ ગાડીઓ સ્થળ પર

October 28, 2026Rahul Maurya

Not Set/ રાજકોટ ગ્રામ્ય પોલીસે જુગારધામ ઝડપી પાડી 6 ઇસમોની કરી ધરપકડ

May 13, 2021Rizwan shaikh
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy