Not Set/ રેવાડી ગેંગરેપ કેસ : પોલીસે જાહેર કર્યા ૩ સ્કેચ, આરોપીઓમાં સેનાનો જવાન પણ શામેલ

રેવાડી, હરિયાણાના રેવાડી ખાતે ૧૯ વર્ષની વિદ્યાર્થિની સાથે કથિત રીતે કરાયેલા ગેંગરેપની ઘટના બાદ આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી રહી છે, ત્યારે હવે ઘટનાના ત્રણ દિવસ બાદ પોલીસ દ્વારા ત્રણ આરોપીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે જાહેર કર્યા ૩ આરોપીઓના સ્કેચ #Rewari gang-rape case: Rewari police has released photos of the three accused, Manish (pic […]

Top Stories India Trending
JAMMU KASHMIR GANGRAPE રેવાડી ગેંગરેપ કેસ : પોલીસે જાહેર કર્યા ૩ સ્કેચ, આરોપીઓમાં સેનાનો જવાન પણ શામેલ

રેવાડી,

હરિયાણાના રેવાડી ખાતે ૧૯ વર્ષની વિદ્યાર્થિની સાથે કથિત રીતે કરાયેલા ગેંગરેપની ઘટના બાદ આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી રહી છે, ત્યારે હવે ઘટનાના ત્રણ દિવસ બાદ પોલીસ દ્વારા ત્રણ આરોપીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસે જાહેર કર્યા ૩ આરોપીઓના સ્કેચ

પોલીસ દ્વારા આ ત્રણ આરોપીઓના સ્કેચ જાહેર કર્યા બાદ હવે ગણતરીના કલાકોમાં તેઓની ધરપકડ કરવામાં આવશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે.

SIT દ્વારા જાહેર કરાયું હતું ૧ લાખ રૂપિયાનું ઇનામ

આ પહેલા તંત્ર દ્વારા SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)નું ગઠન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આરોપીનું નામ આપનાર વ્યક્તિને ૧ લાખ રૂપિયાનું ઇનામ આપવાનું એલાન કરવામાં આવ્યું હતું.

SIT દ્વારા ૧૯ વર્ષીય વિદ્યાર્થીની સાથે રેપની પૃષ્ટિ કરાયા બાદ પોલીસ દ્વારા જણાવાવમાં આવ્યું, “મુખ્ય આરોપી સેનાનો જવાન છે, જેની પોસ્ટિંગ રાજસ્થાનમાં છે. તેનું નામ પંકજ ફૌજી બતાવવામાં આવી રહ્યું છે અને તે હાલ રજા પર હતો.

શનિવાર સાંજ સુધીમાં આરોપીઓની ધરપકડ

આ મામલે હરિયાણાના DGP બી એસ સંધુએ જણાવ્યું હતું કે, “પોલીસ દ્વારા તમામ કોશિશ કરવામાં આવી રહી છે અને શનિવાર સાંજ સુધીમાં આરોપીઓની ધરપકડ થઇ શકે છે”.

તેઓએ વધુમાં જણાવ્યું, “કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે અને ૩ આરોપીઓની ઓળખ કરવામાં આવી ચુકી છે. આ ૩ આરોપીઓમાંથી એક આર્મીમાં કાર્યરત છે”.

૩ દિવસ વીતી ગયા બાદ પણ આરોપીઓ છે ફરાર

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચકચારી ગેંગરેપની ઘટનાને ૩ દિવસ જેટલો સમય વીતી ગયા બાદ પણ આરોપીઓની કોઈ ધરપકડ ન થવાના કારણે સ્થાનિક પોલીસ તંત્ર સામે તેમજ રાજ્ય સરકાર સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

કોઈ છૂટછાટ આપવામાં આવશે નહિ

SP નાજનીન ભસીને વધુમાં જણાવ્યું હતું કે, “આરોપી ઘટનાવાળી રાતથી જ ફરાર છે અને તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. અમારી પહેલી પ્રાથમિકતા દોષીઓને પકડવાની છે”.

તેઓએ ઉમેર્યું હતું કે, “જ્યાં સુધી ઘટનાનાં આરોપીઓની ધરપકડ કરવામાં આવતી નથી, ત્યાં સુધી અમે આ મામલે જાણકરી આપી શકતા નથી. સાથે તેઓએ કહ્યું, SIT આ મામલે કોઈ બાંધછોડ કરશે નહિ અને ઝડપથી કામ પર આવશે”.

શું હતો આ મામલો ?

Gangrape 1 રેવાડી ગેંગરેપ કેસ : પોલીસે જાહેર કર્યા ૩ સ્કેચ, આરોપીઓમાં સેનાનો જવાન પણ શામેલ

બુધવારે જયારે પીડિત યુવતી કોચિંગ પરથી પોતાના ઘરેથી જઈ રહી ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.  થોડાક અંતરથી આરોપીઓ કાર લઈને આવ્યા અને તેને લિફ્ટ આપવાની વાત કહી હતી.

ત્યારબાદ આરોપીઓ યુવતીને લિફ્ટ આપીને એક અજ્ઞાત જગ્યાએ લઈ ગયા જતા અને તેને કેફી પદાર્થ પીવડાવીને ગેંગરેપ કર્યો હતો.

પીડિતાની માતાએ ઉઠાવ્યા સવાલ

પીડિતાની માંએ જણાવ્યું, “CBSE બોર્ડ એક્ઝામમાં ટોપ કર્યા બાદ મારી દીકરીને પ્રધાનમંત્રી મોદી જી દ્વારા સન્માનિત કરવામાં આવી છે”.

તેઓએ વધુમાં કહ્યું, “મોદી જી કહે છે બેટી બચાઓબેટી પઢાઓપરંતુ કેવી રીતે?. હું મારી દીકરી માટે ન્યાય ઈચ્છી રહી છું”.

પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવા અંગે તેઓએ જણાવ્યું, “પોલીસ દ્વારા આ મામલે કોઈ પણ એક્શન લેવામાં આવી રહી નથી”.