Not Set/ એમેઝોને ભારતમાં લોન્ચ કર્યા નવા ઇકો ડિવાઇસ, અહીં જાણો ખાસિયતો અને કિંમત

ઈ-કોમર્સ કંપની એમેઝોને ભારતમાં ઇકો ડિવાઇસ લોન્ચ કર્યા છે. કંપનીએ ઇકો ડોટની ત્રીજી જનરેશન, ઇકો પ્લસની બીજી જનરેશન અને ઇકો ડિવાઇસ માટે એક સબ વૂફર લોન્ચ કર્યું છે. Echo dot, New Echo Plus અને Echo SubWoofer નવા સ્માર્ટ સ્પીકર છે. 4,499 રૂપિયાની કિંમત વાળા ઇકો ડોટ કર્વ્ડ શેપ અને ફેબ્રિક ડિઝાઇનમાં આવે છે. ચારકોલ, હેધર […]

Trending Tech & Auto
New Amazon Echo Devices એમેઝોને ભારતમાં લોન્ચ કર્યા નવા ઇકો ડિવાઇસ, અહીં જાણો ખાસિયતો અને કિંમત

ઈ-કોમર્સ કંપની એમેઝોને ભારતમાં ઇકો ડિવાઇસ લોન્ચ કર્યા છે. કંપનીએ ઇકો ડોટની ત્રીજી જનરેશન, ઇકો પ્લસની બીજી જનરેશન અને ઇકો ડિવાઇસ માટે એક સબ વૂફર લોન્ચ કર્યું છે.

alexa echo device bundles e1537534124444 એમેઝોને ભારતમાં લોન્ચ કર્યા નવા ઇકો ડિવાઇસ, અહીં જાણો ખાસિયતો અને કિંમત

Echo dot, New Echo Plus અને Echo SubWoofer નવા સ્માર્ટ સ્પીકર છે. 4,499 રૂપિયાની કિંમત વાળા ઇકો ડોટ કર્વ્ડ શેપ અને ફેબ્રિક ડિઝાઇનમાં આવે છે. ચારકોલ, હેધર ગ્રે અને સેન્ડસ્ટોન રંગોમાં  ઉપલબ્ધ છે. યુઝર્સ આ ડિવાઇસને બ્લૂટૂથ અથવા 3.5 mm ઓડિયો કેબલથી કનેક્ટ કરી શકે છે. કંપનીનો દાવો છે કે કોમ્પેક્ટ ડિઝાઇન હોવા છતાં પણ આનું સાઉન્ડ ખુબ સારું છે.

amazon alexa event 18920 18 e1537534218897 એમેઝોને ભારતમાં લોન્ચ કર્યા નવા ઇકો ડિવાઇસ, અહીં જાણો ખાસિયતો અને કિંમત

યુઝર્સ ઇકો ડોટની મદદથી મોસમ સંબંધી જાણકારીઓ પણ મેળવી શકે છે. ઉપરાંત ટાઈમર્સ તેમજ એલાર્મ સેટ કરવા માટે પણ આનો ઉપયોગ થઇ શકે છે.

કંપનીએ એક વાયરલેસ ઇકો સબ પણ લોન્ચ કર્યું છે. ઇકો સબને કંપેટિબલ ઇકો ડિવાઇસીઝ સાથે કનેક્ટ કરીને ઓડિયો વધારી શકાય છે. ઇકો ડિવાઇસ સાથે ઇકો સબ કનેક્ટ કરીને સ્ટીરીઓ સાઉન્ડની મજા લઇ શકાય છે.