સળિયાવાળું શિક્ષણ/ કોર્પોરેશનની સ્માર્ટ શાળા સામે જર્જરિત બિલ્ડીંગ સમારકામ માટે તરસે

વિંઝોલ સ્કૂલમાં સવારે અને  બપોરે  ભણતા બાળકો માટે સારી શાળા નથી..અહીં આવતા વિંઝોલ,વટવા,આયોજન નગરના બાળકો અભ્યાસ કરે છે.

Ahmedabad Gujarat Trending

@મેહુલ દુધરેજીયા 

અમદાવાદ કોર્પોરેશન સંચાલિત સ્કૂલના બિલ્ડીંગો જર્જરિત થઇ રહ્યા છે.વિંઝોલ ગામમાં આવેલ કોર્પોરેશન સંચાલીત સ્કૂલના બાળકો જર્જરિત સ્કૂલ માં ભણવા માટે મજબુર બન્યા છે.વિંઝોલ સ્કૂલમાં સવારે અને  બપોરે  ભણતા બાળકો માટે સારી શાળા નથી..અહીં આવતા વિંઝોલ,વટવા,આયોજન નગરના બાળકો અભ્યાસ કરે છે.

વર્ષો પહેલા બનાવામાં આવેલા બિલ્ડીંગ ની હાલત જર્જરિત છે.માટે બાળકોને બાજુના નાના રૂમમાં ભણવા માટે બેસાડવા આવે છે. અહીંના સ્થાનિકો અને શિક્ષકોએ વારંવાર રજૂઆતો કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.

કોર્પોરેશન એક તરફ સ્માર્ટ શાળાની વાતો કરે છે તો બીજી તરફ વિંઝોલ ની આઠ ઓરડાની શાળાનું રીનોવેશન કરતા નથી,જેના લીધે સ્કૂલનું મુખ્ય બિલ્ડીંગ જ બંધ છે.આ બિલ્ડીંગનું સમારકામ થાય અને તેને બાળકો માટે સારું બિલ્ડીંગ બને તેવી માંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો:રિવરફ્રન્ટ પર વધુ એક વ્યક્તિને બોટીંગ કરવી પડી ભારે, જુઓ દિલધડક રેસ્ક્યૂ

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:ગાંધીનગરમાં બે RTO અધિકારીની અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ, ટેસ્ટ ડ્રાઇવ આપ્યા વગર જ લાઇસન્સ કઢાવી આપતા!