Not Set/ એશિયા કપ સુપર 4 મેચ 1: ભારતે 7 વિકેટે મેળવી જીત

દુબઈ, એશિયા કપ ભારતમાં સુપર 4 મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ  ટોસ જીત્યો અને તેમણે પ્રથમ બોલિંગ માટે નિર્ણય લીધો છે. ટીમ ઇન્ડિયામાં ફેરફાર કરાયો છે. ઘાયલ હાર્દિક પંડ્યાની જગ્યાએ ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાનું એક વર્ષ બાદ ટીમમાં પુનરાગમન થયું છે.  તેણે ગયા વર્ષે 2017 માં વેસ્ટ ઇન્ડીઝ […]

Top Stories Sports
734230 rohit odi afp એશિયા કપ સુપર 4 મેચ 1: ભારતે 7 વિકેટે મેળવી જીત

દુબઈ,

એશિયા કપ ભારતમાં સુપર 4 મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ  ટોસ જીત્યો અને તેમણે પ્રથમ બોલિંગ માટે નિર્ણય લીધો છે. ટીમ ઇન્ડિયામાં ફેરફાર કરાયો છે. ઘાયલ હાર્દિક પંડ્યાની જગ્યાએ ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાનું એક વર્ષ બાદ ટીમમાં પુનરાગમન થયું છે.  તેણે ગયા વર્ષે 2017 માં વેસ્ટ ઇન્ડીઝ સામેની કિંગ્સટન માં વનડે રમી હતી.  આ પછી તેમને ટીમમાં સ્થાન મળ્યું નહીં. 27 વન-ડે મેચ સુધી જાડેજા ટીમમાંથી બહાર રહ્યો હતો.

બાંગ્લાદેશની શરૂઆત ખાસ ઠીક રહી નથી. બાંગ્લાદેશે માત્ર 16 રનમાં 2 વિકેટ ગુમાવતા તેના બંને ઓપનર લીટ્ન દાસ 7 રન બનાવી ભુવનેશ્વર અને નજ્મુલ શાંતો 7 રન બનાવી બુમરાહના હાથે પ્રેવેલિયનની વાટ પકડી હતી. ત્યારબાદ શાકિબ અલ હસન 17 રન, મુશફિકર રહિમ 21 રન અને મોહમ્મદ મિથુન 9 રને જાડેજાના હાથે આઉટ થયા હતા

ઉલ્લેખનીય છે કે, 27 વન-ડે મેચ સુધી જાડેજા ટીમમાંથી બહાર રહ્યા બાદ ખુબજ સરસ બોલિંગ પ્રદર્શન બતાવતા 4 વિકેટ ઝડપી છે. જેમાં  અત્યંત મહત્વની 2 વિકેટ ઝડપતા શાકિબ અલ હસન અને મુશફિકર રહિમને પ્રેવેલીયન તરફનો રસ્તો બતાવ્યો હતો.

ભારત તરફથી જાડેજાએ 4, અને ભુવનેશ્વર, બુમરાહે 3-3 વિકેટ ઝડપી  છે.

DnnQAwmX0AAGgFo એશિયા કપ સુપર 4 મેચ 1: ભારતે 7 વિકેટે મેળવી જીત

જવાબમા ભારતે 173 રના લક્ષ્યનો પીછો કરતા 3 વિકેટ ગુમાવી 7 વિકેટે જીત હાંસિલ કરી હતી. જેમાં કેપ્ટન રોહિત શર્મા 84 રન, કાર્તિક 1 રને અણનમ જયારે ધવન 40, રાયડુ 13, ધોની 33 રન બનાવી આઉટ થયા હતા.

બાગ્લાદેશ તરફથી મોર્તાજા, સાકિબ અલ હસનમહૈદિ હસને 1-1 વિકેટ લીધી હતી.