Not Set/ વાંચો, આ ગજબની ઓફર, જ્યાં તમને ૧ કિલો કેક ખરીદવા પર મળશે ૧ લીટર પેટ્રોલ

ચેન્નઈ, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલી ઉથલ પાથલ અને ડોલરની સામે સતત ગગડી રહેલા ભારતીય રૂપિયાને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભડકો યથાવત રહ્યો છે. આર્થિક રાજધાની મુંબઈમાં એક લીટર પેટ્રોલનો ભાવ ૯૦ રૂપિયાને પાર પહોચ્યો છે, ત્યારે હવે ક્રુડ ઓઇલના વધેલા ભાવથી થઇ રહેલા ખર્ચની ઓછો કરવા માટે લોકો જુદા જુદા ફંદાઓ અપનાવી રહ્યા છે. જો કે […]

Trending Business
chocolate vanilla cake વાંચો, આ ગજબની ઓફર, જ્યાં તમને ૧ કિલો કેક ખરીદવા પર મળશે ૧ લીટર પેટ્રોલ

ચેન્નઈ,

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલી ઉથલ પાથલ અને ડોલરની સામે સતત ગગડી રહેલા ભારતીય રૂપિયાને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભડકો યથાવત રહ્યો છે.

આર્થિક રાજધાની મુંબઈમાં એક લીટર પેટ્રોલનો ભાવ ૯૦ રૂપિયાને પાર પહોચ્યો છે, ત્યારે હવે ક્રુડ ઓઇલના વધેલા ભાવથી થઇ રહેલા ખર્ચની ઓછો કરવા માટે લોકો જુદા જુદા ફંદાઓ અપનાવી રહ્યા છે.

petrol pump 555 092118055719 વાંચો, આ ગજબની ઓફર, જ્યાં તમને ૧ કિલો કેક ખરીદવા પર મળશે ૧ લીટર પેટ્રોલ
business-petrol-diesel-price-buy-1-kg-birthday-cake-get-1-litre-petrol-free-tamilnadu-bakery-offer

જો કે આ વચ્ચે કેટલીક ઈ-કોમર્સ કંપની તેમજ દુકાનદારો પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે ખાસ ઓફર લઈને આવી રહી છે. આ જ પ્રકારે કઈક ખાસ ઓફર લઈને આવી છે તમિલનાડુની એક બેકરી.

તમિલનાડુમાં સ્થિત આ બેકરીના વિજ્ઞાપનમાં જણાવ્યા અનુસાર, જો તમે આ બેકરીમાંથી કેક ખરીદો છો, તો તમને ૧ લીટર પેટ્રોલ મળશે. આ માટે જરૂરી છે કે, ગ્રાહક એક કિલોની કેક ખરીદે અથવા તો તમારું ટોટલ ૪૯૫ રૂ.નું થાય.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર આ બેકરીનું વિજ્ઞાપન ખુબ વાઈરલ થઇ રહ્યું છે. આ પહેલા ચાલુ મહિનાની શરૂઆતમાં તમિલનાડુમાં એક લગ્ન કરતા યુવકને તેના મિત્રએ ૫ લીટર પેટ્રોલ ગીફ્ટમાં આપ્યું હતું.