Not Set/ વારંવાર મોબાઇલ ચેક કરવું બની શકે છે ઘાતક, જાણો કેવી રીતે

અમદાવાદ  વારંવાર ખિસ્સામાંથી ફોન કાઢવો, ફોન ખોલીને મેસેજ ચેક કરવા અને પછી પાછો ફોન ખિસ્સામાં મોકી દેવો. આ અત્યારના યુવાઓની આદત બની ચુકી છે. માત્ર યુવાઓ જ નહીં બલ્કે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા તમામ લોકો આ બિમારીથી આજકાલ ઝઝુમી રહ્યા છે. જો તમને પણ પોતાનો સ્માર્ટફોન વારંવાર ચેક કરવાની આદત છે તો તમારે સાવધાન થઈ જવાની […]

Health & Fitness Lifestyle
tar વારંવાર મોબાઇલ ચેક કરવું બની શકે છે ઘાતક, જાણો કેવી રીતે

અમદાવાદ 

વારંવાર ખિસ્સામાંથી ફોન કાઢવો, ફોન ખોલીને મેસેજ ચેક કરવા અને પછી પાછો ફોન ખિસ્સામાં મોકી દેવો. આ અત્યારના યુવાઓની આદત બની ચુકી છે. માત્ર યુવાઓ જ નહીં બલ્કે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા તમામ લોકો આ બિમારીથી આજકાલ ઝઝુમી રહ્યા છે. જો તમને પણ પોતાનો સ્માર્ટફોન વારંવાર ચેક કરવાની આદત છે તો તમારે સાવધાન થઈ જવાની જરુર છે. કારણકે, આવુ કરવુ ઘાતક સાબિત થઈ શકે છે.

Image result for Frequent mobile

હાલમાં જ સંશોધનકર્તાઓ દ્વારા કરવામાં આવેલ એક નવા સંશોધનમાં સામે આવ્યું કે, વારંવાર ફોન તપાસવાની આદત સંતુષ્ટિ પ્રક્રિયાને પ્રભાવિત કરે છે. અમેરિકાની ટેંપલ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક હેનરી વિલ્મર અને જેસને આ સંશોધનના માધ્યમથી સ્માર્ટફોન અને મોબાઈલ પ્રૌદ્યોગિકીના વધુમાં વધુ ઉપયોગથી થનાર દુષ્પ્રભાવો પ્રત્યે સારી સમજણ વિકસિત કરવાની કોશિશ કરી છે. આ સંશોધનમાં સંશોધકોએ 91 કોલેજીયન વિદ્યાર્થીઓની પ્રશ્નાવલી અને સંજ્ઞાનાત્મક પરીક્ષણ દ્વારા નિષ્કર્ષ કર્યું.

Related image

આ દરમિયાન સંશોધકોએ જાણ્યું કે, સરળતાથી પ્રયોગમાં લાવવામાં આવેલ ઈલેક્ટ્રોનિક ઉપકરણોનું વધુમાં વધુ પ્રયોગ આવેગ નિયંત્રણ ઉપર દુષ્પ્રભાવ પાડે છે. વિલ્મરનું કહેવું છે કે, મોબાઈલનો વધુ ઉપયોગ અથવા વારંવાર ખિસ્સામાંથી બહાર કાઢી તેને તપાસવો સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થાય છે, આનાથી સંતુષ્ટિ પર ભારે અસર પડે છે. આ સંશોધન સ્પ્રિંગર પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

Image result for Frequent mobile