nipah virus/ ખતરનાક ‘નિપાહ’ વાયરસ કેવી રીતે ફેલાય છે? જાણો લક્ષણો અને બચવાના ઉપાયો

કેરળમાં ફરી એકવાર નિપાહ વાયરસ ફેલાવાના સમાચાર સામે આવ્યા છે. આવી સ્થિતિમાં કોઝિકોડ જિલ્લામાં તીવ્ર તાવના કારણે બે લોકોના મોત બાદ રાજ્યના આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.

Health & Fitness Trending Lifestyle
Web Story 11 ખતરનાક 'નિપાહ' વાયરસ કેવી રીતે ફેલાય છે? જાણો લક્ષણો અને બચવાના ઉપાયો

કેરળમાં ફરી એકવાર નિપાહ વાયરસ ફેલાવાના સમાચાર સામે આવ્યા છે. આવી સ્થિતિમાં કોઝિકોડ જિલ્લામાં તીવ્ર તાવના કારણે બે લોકોના મોત બાદ રાજ્યના આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. બંનેના મોત નિપાહ વાયરસના કારણે થયા હોવાની આશંકા છે. કેરળમાં નિપાહ વાયરસનો પહેલો કેસ કોઝિકોડમાં 19મે 2018ના રોજ સામે આવ્યો હતો અને આ વાયરસને કારણે 17 લોકોના મોત થયા હતા. આ વાયરસ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાયો હતો અને સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ ફેલાય છે. આના કારણે ખૂબ જ તાવ આવે છે અને વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં આ બાબતે સાવચેતી રાખવાની પ્રબળ જરૂર છે.

નિપાહ વાયરસ શું છે?

WHO અનુસાર, નિપાહ વાયરસ ઝડપથી ફેલાતો વાયરસ છે અને તે પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાયો છે. સાથે આ વાયરસ દૂષિત ખોરાક દ્વારા અથવા સીધા એક વ્યક્તિથી બીજામાં પણ ફેલાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વાયરસનો પહેલો કેસ 1998માં મલેશિયાના કમ્પુંગ સુંગાઈ નિપાહમાં જોવા મળ્યો હતો અને તેના પરથી આ વાયરસનું નામ નિપાહ રાખવામાં આવ્યું છે.

નિપાહ વાયરસના લક્ષણો શું છે?

નિપાહ વાયરસથી સંક્રમિત લોકોમાં તેજ તાવ, માથાનો દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુ:ખાવો, એટીપિકલ ન્યુમોનિયા જેવા લક્ષણો દેખાય છે. તેના લક્ષણો 5થી 14 દિવસમાં દેખાય છે. ઘણી વખત આ લક્ષણો 45 દિવસ સુધી દેખાતા નથી. આ સિવાય જો સ્થિતિ વધુ ગંભીર બને તો વ્યક્તિ એન્સેફેલાઈટીસનો શિકાર પણ બની શકે છે અને 24થી 48 કલાકમાં કોમામાં જઈ શકે છે.

નિપાહ વાયરસની સારવાર શું છે?

અત્યાર સુધી તેની સારવાર માટે ન તો કોઈ દવા છે કે ન તો તેને રોકવા માટે કોઈ રસી. તેથી,જો તમે નિપાહથી બચવા માંગતા હોવ તો સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં જો તમે કેટલીક બાબતો પર ધ્યાન આપો તો તમે આ વાયરસથી સંક્રમિત થવાથી બચી શકો છો.

– ડુક્કર અને ચામાચીડિયા સાથે સંપર્કમાં ન આવો
– જમીન તથા સીધા ઝાડ પરથી પડી ગયેલા ફળોનું સેવન ન કરો.
– માસ્ક પહેરો અને સમયાંતરે હાથ ધોવા.
– જો નિપાહ વાયરસને લગતા લક્ષણો દેખાય તો સીધો ડોક્ટરનો સંપર્ક કરો.

આ પણ વાંચો: ધાર્મિક વિવાદ/ ન્હાવા ગયે મહારાજે ખોડિયાર માતા પર કપડાં નિચોવ્યા, બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીનો બફાટ

આ પણ વાંચો: Nitin Gadkari/ ડીઝલ વાહનો પર 10% વધારાનો ટેક્સ લાગશે? કેન્દ્રીય મંત્રીએ કરી સ્પષ્ટતા

આ પણ વાંચો: Nuh Violence/ મોનુ માનેસરની ધરપકડ, 8 મહિનાથી ફરાર વોન્ટેડ આરોપી કોણ છે જાણો…