Not Set/ આ વૃદ્ધ મહિલા ખાય છે રોજ અડધો કિલો રેતી, કારણ જાણીને થઈ જશો હેરાન

ઉત્તર પ્રદેશના વારાણસીની કુસમાવતી દેવી નામની એક વૃદ્ધ મહિલાનો રેતી ખાતો  વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ, કુસમાવતી દેવી 18 વર્ષની ઉંમરથી રેતી ખાય છે. આટલું જ નહીં, તેના પુત્રો પોતે તેને રેતી ખાવાની વ્યવસ્થા કરે છે.

Trending Videos
રેતી આ વૃદ્ધ મહિલા ખાય છે રોજ અડધો કિલો રેતી, કારણ જાણીને થઈ જશો હેરાન

જમતી વખતે જો કોઈના દાંતની વચ્ચે  રેતી કે કાંકરી આવી જાય તો આખા મોઢાનો સ્વાદ બગડી જાય છે, પરંતુ એક 80 વર્ષની મહિલા છે જે દરરોજ અડધો કિલોગ્રામ રેતી ખાય છે. તે 18 વર્ષની ઉંમરથી આવું કરી રહી છે. રોજ રેતી ખાવા છતાં આજદિન સુધી તેમને કંઈ થયું નથી. રેતી ખાતી વૃદ્ધ મહિલા ઉત્તર પ્રદેશના વારાણસીની રહેવાસી છે. જેનું નામ કુસમાવતી દેવી છે. જે તેની ઉંમરના છેલ્લા તબક્કામાં પણ રેતી ખાય છે.

એટલું જ નહીં, બીજું કોઈ નહીં પણ તેમના પુત્રો કુસમાવતી દેવીને રેતી ખાવાની વ્યવસ્થા કરે છે. તે રેતી ખાય છે, તે પણ માત્ર  ગંગા નદીની. વળી, તે સવારે નાસ્તો કરે કે ન કરે, પરંતુ  સવારે  રેતી ખાવાનું ભૂલતી નથી. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર કુસમાવતી દેવી દિવસમાં ત્રણ વખત રેતી ખાય છે. એ પણ જણાવ્યું કે રેતી ખાવાથી તેમને એનર્જી મળે છે. આટલું જ નહીં, આજે પણ તે 2 ફૂટ સુધીની નાળી (ગટરને ) આરામથી કૂદી શકે છે. આ સાથે એવું પણ જણાવવામાં આવ્યું હતું કે રેતી ખાવાની તેમની આદત પાછળ એકથી દોઢ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે.

https://twitter.com/AnujTiwari_JI/status/1464178563465166849?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1464178563465166849%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fsmart.livehindustan.com%2Fvaranasi%2Fnews%2Futtar-pradesh-varanasi-80-year-old-woman-kusmavati-devi-eats-500-grams-sand-daily-since-18-age-video-viral-goes-eating-sand-81638078618475.html

 

કુસમાવતી દેવીએ જણાવ્યું કે તેમને બાળપણમાં પેટની બિમારી હતી. જે બાદ એક સ્થાનિક વૈદ્યએ તેને રોજ અડધો ગ્લાસ દૂધ અને બે ચમચી રેતી ખાવાનું કહ્યું. ત્યારથી, તેણીને દરરોજ રેતી ખાવાની આદત પડી ગઈ છે. તેણે વધુમાં જણાવ્યું કે જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેને સાસરિયાના ઘરે ત્રણ દિવસ સુધી રેતી ખાવા મળી ન હતી. જેના કારણે તેમની તબિયત લથડી હતી. ત્યારપછી તેણે સંપૂર્ણ ચેકઅપ કરાવ્યું, જેમાં કંઈ જ મળ્યું નહીં. પછી તેણે તેની રેતી ખાવા વિશે જણાવ્યું. જે બાદ સાસરિયાઓએ જાતે જ તેમને ખાવા માટે રેતી આપવાનું શરૂ કર્યું હતું.

Business / વિદેશમાં ખુલ્લેઆમ વેચાતા ભાંગ અને ગાંજા ઉપર ભારતમાં કેમ પ્રતિબંધ મૂકવો પડ્યો ?

ગજબ છે ..! / સ્ત્રીએ ગાય સાથે કર્યા લગ્ન કહ્યું, -પતિએ પુનર્જન્મ લીધો છે

ફરી કુદરતના ખોળે / વિશિષ્ટ પક્ષી ચટકી માખીમાર, આવો જાણીએ આ સતરંગી પક્ષી વિષે વિગતે …