leamon/ આ લીંબુની કિંમત સાંભળીને તમે ચોંકી જશો…. જાણો શું છે તેનું મહત્વ

ઈંગ્લેન્ડમાં એક હરાજીમાં લીંબુની હરાજી કરવામાં આવી રહી છે. આ લીંબુ માટે 1.5 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે. આ ખાસ લીંબુની તસવીર પણ ખુબ વાયરલ થઈ રહી છે.

Trending World
આ લીંબુની કિંમત સાંભળીને તમે ચોંકી જશો.... જાણો શું છે તેનું મહત્વ

સોશિયલ મીડિયામાં આપણને અવાર-નવાર કેટલાક સમાચાર રસપ્રદ જોવા મળતા હોય છે. ત્યારે આવા જ એક ખાસ અને રસપ્રદ સમાચાર ઈંગ્લેન્ડથી સામે આવ્યા છે. ઈંગ્લેન્ડમાં એક હરાજીમાં લીંબુની હરાજી કરવામાં આવી રહી છે. આ લીંબુ માટે 1.5 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે. આ ખાસ લીંબુની તસવીર પણ ખુબ વાયરલ થઈ રહી છે. આ દોઢ લાખના લીંબુને જોઈને દર્શકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

ઈંગ્લેન્ડમાં હરાજી દરમિયાન એક લીંબુની કિંમત પ્રમાણમાં એટલી વધી ગઈ કે સાંભળનારાઓ દંગ રહી ગયા છે. હરાજીમાં એક લીંબુ 1.5 લાખ રૂપિયામાં વેચાયું હતું. જો તમે વિચારી રહ્યા હોવ કે તે સોનું કે ચાંદીનું લીંબુ છે તેથી જ તેની કિંમત આટલી છે, તો એવું નથી. તે સામાન્ય લીંબુ હતું. ત્યારબાદ તેને હરાજીમાં લાખ રૂપિયાથી વધુમાં વેચવામાં આવ્યું હતું.

ઈંગ્લેન્ડની આ વિચિત્ર હરાજીમાં એક ખૂબ જ જૂનું કબાટ વેચાવાની હતી. કબાટ પણ હરાજી માટે બહાર કાઢવામાં આવ્યો હતો. આ લીંબુ પણ આ કબાટમાં રાખવામાં આવ્યું હતું. નવાઈની વાત તો એ છે કે આ લીંબુ જેટલુ મોંઘું વેચાયું હતું તેટલી કિંમત કબાટ પણ ન હતો.

આ લીંબુ 285 વર્ષ જૂનું હોવાને કારણે તેની કિંમત એટલી બધી ઊંચી હતી. તે કાળો અને સખત બની ગયો છે, પરંતુ તેમ છતાં તેને સંપૂર્ણ સલામતી સાથે સાચવવામાં આવ્યું છે. હરાજીમાં કહેવામાં આવ્યું હતું કે એક વ્યક્તિને આ લીંબુ તેના કાકાના 19મી સદીના કબાટમાંથી મળ્યું હતું.

લીંબુ પર ખાસ સંદેશ લખવામાં આવ્યો છે. ‘મિ. પી. લૂ ફ્રાન્ચિની દ્વારા મિસ ઇ. બેક્સ્ટરને આપવામાં આવ્યું હતું, નવેમ્બર 4, 1739’. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે રોમેન્ટિક ભેટ તરીકે આ લીંબુ ભારતથી ઈંગ્લેન્ડ લાવવામાં આવ્યું હશે. હરાજીમાં આ લીંબુની કિંમત 1.47 લાખ રૂપિયા હતી, જ્યારે જે કબાટમાંથી તે મળી આવ્યો હતો તે માત્ર 3360 રૂપિયામાં વેચાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ