Politics/ રાહુલે ટ્વિટર પર ચલાવ્યો પોલ – મોદી સરકાર JPC તપાસ માટે કેમ તૈયાર નથી?

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સરકારની નીતિઓને લઇને અવાર-નવાર તેમના પર સવાલ ઉઠાવતા રહે છે. રાહુલ ગાંધી રોજ લગભગ 1 ટ્વીટ તો સરકારની ટીકા કરવા માટે કરે જ છે.

Top Stories India
cricket 62 રાહુલે ટ્વિટર પર ચલાવ્યો પોલ - મોદી સરકાર JPC તપાસ માટે કેમ તૈયાર નથી?

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સરકારની નીતિઓને લઇને અવાર-નવાર તેમના પર સવાલ ઉઠાવતા રહે છે. રાહુલ ગાંધી રોજ લગભગ 1 ટ્વીટ તો સરકારની ટીકા કરવા માટે કરે જ છે. હવે આજે પણ તેમણે ટ્વીટ કરી સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે રવિવારે ટ્વીટ કર્યું હતું કે, રાફેલ વિમાન ડીલમાં મોટો કૌભાંડ થયો છે પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાણી જોઈને અપરાધ બોધનાં કારણે સંયુક્ત સંસદીય સમિતિ-જેપીસી દ્વારા સમગ્ર મામલાની તપાસ કરાવવાનું ટાળી રહ્યા છે.

નદીઓમાં તોફાન / જોયુ નહી હોય ક્યારેય આવુ પૂરનું તાંડવ, જોત જોતામાં મકાને લીધી જળ સમાધી

2019 ની લોકસભાની ચૂંટણી પહેલા દેશનાં રાજકારણમાં ‘રાફેલ’નો મુદ્દો સૌથી વધુ ગરમાયો હતો. કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પ્રચાર દરમ્યાન મોદી સરકાર વિરુદ્ધ રાફેલ સોદામાં કથિત ગેરરીતિઓને એક મહત્વપૂર્ણ શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હતો, પરંતુ દેશની જનતાએ ભાજપને સંપૂર્ણ બહુમતી આપીને ફરીથી સત્તા પર કબજો કર્યો હતો. ફરી એકવાર કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો છે. જણાવી દઇએ કે, કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટર દ્વારા કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે કે, મોદી સરકાર રાફેલ સોદાની જેપીસી તપાસ માટે કેમ તૈયાર નથી? રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક પોલ દ્વારા લોકોને પૂછ્યું છે કે મોદી સરકાર જેપીસી તપાસ માટે કેમ તૈયાર નથી? આ પોલમાં રાહુલ ગાંધીએ 4 વિકલ્પો પણ આપ્યા છે.

  • પ્રથમ વિકલ્પ છે – અપરાધ,
  • બીજું – મિત્રોને પણ બચાવવા પડશે,
  • ત્રીજુ – જેપીસીને રાજ્યસભાની બેઠક જોઇતી નથી
  • ચોથું- આ બધા વિકલ્પો યોગ્ય છે.

મહિલા સુરક્ષા પર સવાલ! / મહિલાને માર મારતો આ વીડિયો તમારા હોશ ઉડાવી દેશે, જુઓ Video

આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીનું આ નિવેદન 59 હજાર કરોડ રૂપિયાનાં આ સોદામાં કથિત કૌભાંડની ન્યાયિક તપાસનાં આદેશ બાદ આવ્યો છે. ફ્રાન્સની સરકારે પણ આ મામલાની તપાસ માટે વિશેષ ન્યાયાધીશની નિમણૂક કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે, આ સોદાની સચ્ચાઈ શોધવા માટેનો એકમાત્ર રસ્તો છે કે, મોદી સરકાર આ સોદા અંગે જેપીસી તપાસ કરાવે. શનિવારે રાહુલ ગાંધીએ એક કાર્ટૂન દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મજાક પણ ઉડાવી હતી. ટ્વિટર મારફતે શેર કરેલા આ કાર્ટૂન સાથે રાહુલ ગાંધીએ કેપ્શન લખ્યું હતું – ‘ચોરની દાઢી…’