Not Set/ દેશમાં કોરોનાની ગતિ મંદ પડિ રહી છે, રિકવરીના કેસોમાં નોંધપાત્ર વધારો

કોરોનાના કેસમાં ઘટાડો,રિકવરી કેસો વધ્યા

Top Stories
corona pppic દેશમાં કોરોનાની ગતિ મંદ પડિ રહી છે, રિકવરીના કેસોમાં નોંધપાત્ર વધારો

ભારતમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે મંદ પડી રહી છે.કોરોના વાયરસના નવા કેસો ઘટી રહ્યા છે.તે સારી વાત છે .દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે.દેશમાં હવે અઢી લાખ કેસો નોંધાયો છે તેની સામે રિકવરીના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે જે રાહતના સમાચાર છે. કોરોના સંક્રમણની રફતાર હવે ધીમી પડિ છે રાજ્યોમાં ધીમે ધીમે કોરોના કેસ ઘટી રહ્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં રિકવરીના કેસો સાડા ત્રણ લાખથી વધુ નોંધાયો છે. કોરોનાથી સાજા થનારાઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. એકટિવ કેસમાં એક લાખથી વધુનું ગાબડું જોવા મળે છે હવે ભારતમાં કુલ એકટિવ કેસ 28 લાખ છે. આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે કોરોનાથી દેશમાં રાહત જોવા મળી રહી છે. દેશમાં કુલ કોરોના સંક્રમણના કેસો 2.65 કરોડને પાર કરી ગયો છે. રાહતના સમાચાર એ છે કે કોરોનાની ગતિમાં બ્રેક લાગી છે.