Interesting/ મેડિકલ સાયન્સ દ્વારા હવે વધારી શકાશે માનવીની ઊંચાઈ

મેડિકલ સાયન્સ આજે એ ઊંચાઈએ પહોંચી ચૂક્યું છે કે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ઊંચાઈની જ વાત કરી છે….

Trending
police attack 16 મેડિકલ સાયન્સ દ્વારા હવે વધારી શકાશે માનવીની ઊંચાઈ

મેડિકલ સાયન્સ આજે એ ઊંચાઈએ પહોંચી ચૂક્યું છે કે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ઊંચાઈની જ વાત કરી છે તો હવે જો વ્યક્તિને ઊંચાઈ વધારવી હોય તેના માટે પણ સર્જરી ઉપલબ્ધ છે. લાસ વેગાસનું એક ઈન્સ્ટિટ્યૂટ આ કારણોસર ચર્ચામાં છે. જો કે આ સર્જરી મોંઘીદાટ છે.

મેડિકલ સાયન્સ રોજ નવી નવી શોધ કરતું રહે છે. મેડિકલ સાયન્સ હવે કુદરતને પણ પડકાર ફેંકી રહ્યું છે. અમેરિકાના લાસ વેગાસમાં આવેલું લિમ્બપ્લાસ્ટ-એક્સ ઈન્સ્ટિટ્યૂટ આવી જ એક સર્જરીને લઈને ઈન્ટરનેટ પર ભારે ચર્ચામાં છે. આ સંસ્થા તમારી કુદરતી ઊંચાઈને સર્જરીની મદદથી વધારી આપે છે. હા તમે બરાબર સાંભળ્યું છે. આ સંસ્થા સર્જરી કરીને તમારી ઊંચાઈને 2થી 3 ઈંચ વધારી દે છે. એ માટે જો કે તમારે રોકડા 84 લાખ રૂપિયા ચૂકવવા પડી શકે છે. ટેક્સાસના અલ્ફોન્સો નામના વ્યક્તિએ હમણાં જ આવી સર્જરી કરાવીને પોતાની ઊંચાઈમાં 2 ઈંચ વધારો કરાવ્યો છે. અલ્ફોન્સોની ચાલ જો કે થોડી બદલાઈ છે પણ તે આ સર્જરીથી ઘણો જ ખુશ છે.

ઊંચા કદ કાઠીનું હોવું કોને ન ગમે? પણ એ માટે કુદરતે બક્ષેલી ઊંચાઈને પડકાર ફેંકવો એ બહુ મોટી વાત છે. આ સંસ્થા સાથળના ભાગના હાડકામાં છ જેટલાં કટ મુકીને તેની વચ્ચે જગ્યા કરે છે. જ્યાંથી એ હાડકુ વધે એ રીતની પ્રોસિજર કરાય છે. ધીમે ધીમે 2 ઈંચ જેટલી લંબાઈ વધે છે. અલ્ફોન્સોનો દાવો છે કે તેને ઓપરેશન સમયે બહુ તકલીફ થઈ નહોતી. તેણે આ ઓપરેશનથી બહુ દર્દ થતું હોવાનો પણ ઈનકાર કર્યો છે સાથે જ ઓપરેશનને સંપૂર્ણ સલામત ગણાવ્યું છે. સંસ્થાનો દાવો છે કે પહેલાં કરતાં અનેક ગણી વધુ ઝડપે લોકો આ સર્જરી માટે સંપર્ક કરવા લાગ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો