Not Set/ ગુજરાતમાં ગુજરાતી ભાષાનું ઘટતું મહત્ત્વ શું સૂચવે છે ?

ગુજરાતી શાળાઓ અને વર્ગો બંધ થવાની અને અંગ્રેજી માધ્યમની શાળાઓ અને વર્ગો વધવાની બાબત ગુજરાત માટે ચિંતાજનક તો છે જ

Gujarat Trending
વિશ્વ ગુજરાતી દિવસ

થોડા દિવસો પહેલા જાણીતા ગુજરાતી કવિ અને ‘જય જય ગરવી ગુજરાત’ અને ગુજરાતી શબ્દકોષ તૈયાર કરવા માટે જેમણે પોતાની જાત ઘસી કાઢી હતી એા સમાજ સુધારક સાહિત્યકાર કવિ નર્મદની જયંતિ અને તેની સાથે વિશ્વ ગુજરાતી દિવસ પણ ઘણા લોકોએ ઉજવ્યો. ઘણાને તો તેની ખબર પણ નહોતી. ગુજરાતી ભાષા મુળભૂત રીતે ગુજરાતમાં વસતા લોકોની ભાષા છે. ‘જ્યં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’ સ્વાતંત્ર્યની લડતના મુખ્ય નેતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતના હતાં. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતી હતા. ટૂંકા ગાળામાં શ્રેષ્ઠ વડાપ્રધાન સાબિત થયેલા મોરારજીભાઈ દેસાઈ અને તેમના પ્રધાનમંડળમાં આજની તારીખમાં લોકો જેમને યાદ કરે છે તે નાણામંત્રી એચ.એમ. પટેલ ગુજરાતના હતા. રાષ્ટ્રના ચરણે પોતાનું રાજ્ય સમર્પિત કરનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી (ભાવનગરના પ્રાતઃસ્મરણીય રાજવી) પણ ગુજરાતના હતાં. હૈદરાબાદના નિઝામને ભારતમાં ભળવા માટે સરદાર સાહેબની પ્રેરણા હેઠળ ફરજ પાડનાર કનૈયાલાલ માણેકલાલ મૂનશી પણ ગુજરાતી હતા. અત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી પરશોતમભાઈ રૂપાલા એ ચાર કેબિનેટ મંત્રીઓ ગુજરાતના છે તો અન્ય ત્રણ રાજ્યમંત્રીઓ ગુજરાતના છે. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ ગુજરાતના છે. કેન્દ્રમાં અધિકારીઓ તરીકે ગુજરાતના ઘણા આઈ.એ.એસ. અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. વિકાસનું ગુજરાત મોડલ દેશમાં ખ્યાતનામ છે. આ બધા સંજાેગો વચ્ચે ગુજરાતમાં ગુજરાતી ભાષાના ઘટતા પ્રભુત્વ બાબતના ચિંતાજનક સમાચાર આવ્યા છે.

himmat thhakar ગુજરાતમાં ગુજરાતી ભાષાનું ઘટતું મહત્ત્વ શું સૂચવે છે ?

અમદાવાદથી જે ચિંતાજનક સમાચાર આવ્યા છે તે પ્રમામે ૨૦૧૮-૧૯માં અંગ્રેજી શાળા શરૂ કરવા માટે ૧૫ અરજી આવી હતી. ૨૦૧૯-૨૦માં ૩૬, ૨૦૨૦-૨૧માં ૨૯ અને ૨૦૨૧-૨૨માં ૨૧ મળી કુલ ૧૦૧ જેટલી અરજી આવી છે. જ્યારે આની સામે ગુજરાતી શાળાઓ બંધ કરવા માટે ૨૦૧૮-૧૯માં સાત, ૨૦૧૯-૨૦માં ૧૩, ૨૦૨૦-૨૧માં ૧૯ અને ૨૦૨૧-૨૨માં ૯ મળી આટલા વર્ષમાં કુલ ૪૮ અરજી આવી છે. અમદાવાદના શિક્ષણ સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે વિવિધ રાજ્યોમાં અંગ્રેજી માધ્યમના વર્ગ વધારવા ૨૦ થી ૨૫ અરજી દર વર્ષે આવે છે. જ્યારે તેની સામે ગુજરાતી શાળાઓ બંધ કરવા માટેની અરજી પણ ૧૫ થી ૨૦ જેટલી દર વર્ષે આવે છે.

વરસાદ 11 ગુજરાતમાં ગુજરાતી ભાષાનું ઘટતું મહત્ત્વ શું સૂચવે છે ?
આ તો એક અમદાવાદની વાત થઈ પરંતુ અન્ય સ્થળોએ પણ સ્થિતિ સાવ સારી કે સંતોષકારક તો નથી જ. ગુજરાતના આઠેય મહાનગરો અને મોટાભાગના નગરોમાં આ સ્થિતિ છે. ગુજરાતી શાળાઓ બંધ થવાના કે વર્ગો ઘટવાના બનાવો છેલ્લા ૧૫-૨૦ વર્ષમાં વધ્યા છે. અંગ્રેજીના વધ્યા છે. છેલ્લા ૧૫-૨૦ વર્ષ દરમિયાન ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓનું પ્રમાણ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યું છે. આની સામે મહારાષ્ટ્રમાં મરાઠી, બંગાળમાં બંગાળી, ઓરિસ્સામાં ઉડિયા અને તમિલનાડુમાં તમિલ, કેરળમાં મલયાલમ, કર્ણાટકમાં કન્નડ, ઓરિસ્સામાં ઉડિયા તેમજ હિન્દી ભાષી રાજ્યોમાં હિન્દી ભાષાની શાળાઓ અને વર્ગો વધ્યા છે. વધવા માટે અરજીઓ પણ આવી છે.

આનું શું કારણ ? ગુજરાતમાં ગુજરાતીના સ્થાને સંસ્કૃત કે હિન્દી ભાષાના વર્ગો શરૂ થાય તો થોડીક રાહતરૂપ સ્થિતિ કહેવાય પરંતુ અંગ્રેજી શાળા અને અંગ્રેજી ભાષાના વર્ગો શરૂ થાય તેની સામે કોઈને વાંધો નથી. વૈશ્વિક સ્તરે ટકી રહેવા માટે અંગ્રેજી અનિવાર્ય છે. વિજ્ઞાન હોય કે ગણિત અથવા એન્જિનિયરીંગ કે તબીબી ક્ષેત્રમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું જરૂરી છે, તે વાત આવકાર્ય છે પરંતુ આની સામે ગુજરાતી ભાષાનું મહત્ત્વ ઘટે તે વાત કોઈ રીતે યોગ્ય નથી અને વ્યાજબી પણ નથી.

 

વરસાદ 12 ગુજરાતમાં ગુજરાતી ભાષાનું ઘટતું મહત્ત્વ શું સૂચવે છે ?
૨૦૧૦ આસપાસના સમયગાળામાં જાણીતા કટારલેખક ગુણવંત શાહ અને તેમના સાહિત્યકાર સાથીઓ દ્વારા ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે માતૃભાષા વંદના યાત્રા કાઢવામાં આવી હતી. આ એક આવકાર્ય કદમ હતું. વિદ્યાનગર સહિતના ઘણા સ્થળોએ તેને આવકાર પણ મળ્યો હતો. આ યાત્રા સમયે યોજાયેલા વ્યાખ્યાનો અને પ્રવચનોમાં અનેક લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોએ પ્રવચન કરી ગુજરાતી ભાષાની વિવિધતા સમજાવી હતી. ગુજરાતી ભાષામાં કાકા, માસા, મામા સહિતના સંબંધો માટે અલગ શબ્દો છે. તો અંગ્રેજીમાં ‘અંકલ’ એકમાત્ર શબ્દ છે. બનેવી અને સાળા માટે બ્રધર ઈન લો શબ્દ વપરાય છે. આ બધી વાતો દાખલાઓ સાથે કહેવાઈ હતી. આપણા સમાજમાં અંગ્રેજાેની ભેટ સમી અંગ્રેજી સ્ટેટ્‌સની ભાષા બની ગઈ છે. ઘણા સુખી ગુજરાતી પરિવારોમાં ઘરમાં પણ વારંવાર ગુજરાતીના સ્થાને અંગ્રેજી ભાષાનો શબ્દપ્રયોગ થાય છે. ૧૯૮૮-૮૯ આસપાસના સમયગાળામાં મુંબઈના વિલે પાર્લે ખાતે ગુજરાતી ઉદ્યોગોને લગતો પરિસંવાદ યોજાયો હતો જેમાં દિપચંદ ગાર્ડી અને વિરેન્દ્ર શાહ જેવા જાણીતા ઉદ્યોગપતિઓએ અંગ્રેજી ભાષામાં પ્રવચનો કર્યા હતા. જ્યારે ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત લેખક ચંદ્રકાંત બક્ષી (બક્ષીદાદા)નો વારો આવ્યો ત્યારે તેમણે આ વાતની ટીકા કરી અને કહ્યું કે ગુજરાતના પ્રશ્નો છે, ગુજરાતી શ્રોતાઓ છે પછી વક્તાઓને ગુજરાતી ભાષા બોલવામાં શું વાંધો આવે છે ? જાણીતા સાહિત્યકાર અને પત્રકાર દિગંત ઓઝાએ પણ માતૃભાષામાં ન બોલનારા મહાનુભાવોની ટીકા કરી હતી. આ તબક્કે બક્ષીદાદાએ તો કહેલું કે અંગ્રેજી અનિવાર્ય છે તેનો અર્થ એ નથી કે ગુજરાતીનો સાવ ત્યાગ કરવો. આ સાહિત્યકાર મહાનુભાવોની વાત જરાય કોટી નથી. સંશોધન સહિતની બાબતોમાં આગળ વધવા ભલે અંગ્રેજી કડકડાટ લખતા અને બોલતા શીખો આ જરૂરી પણ છે અને તેની સામે કોઈને પણ જરાય વાંધો હોઈ શકે નહિ – હોવો પણ ન જાેઈએ પરંતુ ઘરમાં અને ગુજરાતી શ્રોતાઓ વચ્ચે પ્રવચન ફટકારતા હો ત્યારે ગુજરાતી બોલો.

વરસાદ 13 ગુજરાતમાં ગુજરાતી ભાષાનું ઘટતું મહત્ત્વ શું સૂચવે છે ?
માતૃભૂમિ અને માતૃભાષા એ બે એક બીજા સાથે સંકળાયેલા શબ્દો છે. માતૃભૂમિ પ્રત્યે પ્રેમ રાખનારાઓ કદી માતૃભાષાની અવગણના કરી શકે નહિ. ઘણા ગુજરાતી અને તેમાંય ખાસ કરીને કાઠિયાવાી લોકસાહિત્યકારો કહે છે કે તળપદી ભાષાના લોકગીતનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરી બતાવો. આપણી ભાષા આપણી છે. આપણા માટે છે તેને મૂકીને બીજી ભાષાને અને તેમાંય અંગ્રેજાે વારસામાં મૂકતા ગયા તે ભાષાને ભલે વિશ્વમાં આગળ વધવા માટે મહત્ત્વ આપો પરંતુ ઘરમાં અને લોકો વચ્ચે તો ગુજરાતી ભાષા બોલવાની ટેવ પાડવી જાેઈએ. જ્ઞાન મેળવવા માટે અંગ્રેજી ભલે વાંચો પણ પોતાની માતૃભાષાને ભૂલવાનું વલણ યોગ્ય નથી. ગુજરાતી ભાષા બાબતમાં જાગૃતિ લાવવા માટે અભિયાનની જરૂર પડે તે બાબત જ ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત નથી. અંગ્રેજી સહિત બધી ભાષા જરૂરત પ્રમાણે શીખો – બોલો પણ માતૃભાષા કદી ભૂલવી ન જાેઈએ.

અફઘાનિસ્તાન / મુલ્લા બરાદર સંભાળશે અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારનો તાજ

ઉત્તરપ્રદેશ / ડેન્ગ્યુ-વાયરલનો કહેર, 100થી વધુ દર્દીઓના મોત, ફિરોઝાબાદમાં જ 75 લોકો મૃત્યુ પામ્યા