Not Set/ સ્ટીરોઇડ્સ જ છે જવાબદાર, ડાયાબિટીઝ અને કોવિડ દર્દીઓમાં જોખમની સંભાવના વધુ

ડો.રનદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે હાલમાં આ ફંગલ ઇન્ફેક્શન (મ્યુકરમાઈકોસિસ) થી પીડિત 23 દર્દીઓ એમ્સમાં સારવાર લઈ રહ્યા છે. તેમાંથી 20 દર્દીઓ હજી પણ કોરોના વાયરસથી  સંક્રમિત છે.

Health & Fitness Trending
tukait 3 સ્ટીરોઇડ્સ જ છે જવાબદાર, ડાયાબિટીઝ અને કોવિડ દર્દીઓમાં જોખમની સંભાવના વધુ

ડો. ગુલેરિયાએ કહ્યું કે મ્યુકરમાઈકોસિસ (કાળી ફૂગ) ના બીજકણ જમીન, હવા અને ખોરાકમાં પણ જોવા મળે છે. જો કે, તેઓ નબળા છે અને સામાન્ય રીતે ચેપ લાવતા નથી. તેમણે કહ્યું કે કોરોના પહેલા આ ચેપના બહુ ઓછા કેસો હતા. પરંતુ હવે કોવિડને કારણે મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે.

ઘણા રાજ્યોમાં 500 થી વધુ કેસ મળી આવ્યા છે
ડો.રનદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે હાલમાં આ ફંગલ ઇન્ફેક્શન (મ્યુકરમાઈકોસિસ) થી પીડિત 23 દર્દીઓ એમ્સમાં સારવાર લઈ રહ્યા છે. તેમાંથી 20 દર્દીઓ હજી પણ કોરોના વાયરસથી  સંક્રમિત છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, ઘણા રાજ્યોમાં મ્યુકરમાઈકોસિસના 500 થી વધુ કેસ નોંધાયા છે.

મ્યુકરમાઈકોસિસનું સૌથી મોટું કારણ સ્ટીરોઇડ્સ છે
એઇમ્સના ડિરેક્ટરએ જણાવ્યું હતું કે કાળી ફૂગ ચહેરા, નાક, આંખ અથવા મગજની ભ્રમણકક્ષાને અસર કરી શકે છે, જે જોવાની ક્ષમતાને પણ નબળી બનાવી શકે છે. તે ફેફસામાં પણ ફેલાય છે. આ પાછળનું સૌથી મોટું કારણ સ્ટીરોઇડ્સ છે. ડાયાબિટીઝ અને કોરોનાથી પીડાતા અને સ્ટીરોઇડ્સ લેતા લોકોને ચેપ લાગવાની સંભાવના વધારે હોય છે.

હોસ્પિટલોમાં પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે
ડો. રનદીપ ગુલેરિયાએ કહ્યું કે, કોવિડ -19 ચેપના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તેથી સૌથી અગત્યનું છે કે આપણે હોસ્પિટલોમાં ચેપ નિયંત્રણ પ્રથાના પ્રોટોકોલોનું સંપૂર્ણ પાલન કરવાનું શરૂ કરીએ. ડો. ગુલેરિયાએ કહ્યું કે એવું જોવા મળ્યું છે કે ફંગલ અને બેક્ટેરિયલ સંક્રમણ વધુ મૃત્યુદર તરફ દોરી રહ્યા છે.

nitish kumar 4 સ્ટીરોઇડ્સ જ છે જવાબદાર, ડાયાબિટીઝ અને કોવિડ દર્દીઓમાં જોખમની સંભાવના વધુ