ભરૂચ/ ઝઘડિયા GIDCમાંથી પોલીસે મોટી કેમિકલ ચોરી, ચોરોને 6 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

ઝઘડિયા જીઆઇડીસી ની અનુપમ રસાયણ કંપનીમાં રૂપિયા ૨૪.૯૦ લાખ નું કેટલીસ્ટ કેમીકલ ચોરી થયું. ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ચોરો ને ૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા.

Gujarat Others
કેમિકલ ચોરી

@પ્રકાશ ચૌહાણ

ઝઘડિયા જીઆઇડીસી પોલીસે અનુપમ રસાયણ કંપનીમાંથી ચોરી થયેલ ૨૪.૯૦ લાખના કેટલીસ્ટ નામના કેમિકલના ચોરોને ૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા બાદ કંપનીનો સંપર્ક કરતા કંપની સંચાલકો એ ચોરી ની ફરિયાદ નોંધાવી હતી ! ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર કંપનીમાં પ્લાન્ટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા વિજય રતનજીભાઈ પરમારે ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ આપી છે કે તેઓએ ગત તા. ૯.૮.૨૩ ના રોજ કંપનીના પ્લાન્ટમાંથી ઉપયોગ થઈ ગયેલ ૬૮.૫ કિલો કેટલીસ્ટના ડ્રમ ભરી પ્લાન્ટના તાબામાં કામ કરતા વેરહાઉસના ઇન્ચાર્જને કેટલિસ્ટના બંને ડ્રમ સીલ મારી આપી આવેલ હતા.

ત્યારબાદ તા.૨.૧૧.૨૩ ના રોજ પ્લાન્ટ ઇન્ચાર્જ વિજય પરમાર કંપની પર હાજર હતા ત્યારે વેર હાઉસમાંથી વિજય પરમાર પર ફોન આવ્યો હતો કે કેટલીસ્ટ ડ્રમના સીલ ડાઉટફૂલ લાગે છે તેમ કહેતા પ્લાન્ટ ઇન્ચાર્જ વિજય વેરહાઉસ ગયેલ હતા અને બંને કેટલીસ્ટ ડ્રમ કેબલ ટાઈપ સીલ નંબર સાથેના હતા.

તે બદલાયેલ જણાયા હતા અને તેમાંથી કુલ ૬૮.૫ કિલો જેટલું કેટલીક ચોરાયાનુ જાણ થઈ હતી, ત્યારબાદ કંપની સંચાલકોએ કેટલીસ્ટ ડ્રમ વેરહાઉસમાં સીસીટીવી કેમેરાની કવરેજમાં મુકેલ હતા જેથી તેઓ એ સીસીટીવી કેમેરા ચેક કરતા બંને કેમેરાની દિશા ફેરવી નાખવામાં આવેલ હતી જેથી સીસીટીવી ફૂટેજમાં કોઈ હકીકત જણાયેલ આવેલ નથી અને કોઈ ચોરી ઈસમો ચોરી કરી ગયા હોવાનું જણાય આવેલ હતું, અનુપમ રસાયણ કંપનીના સંચાલકોને તા.૨.૧૧.૨૩ ના રોજ રૂ.૨૪.૯૦ લાખના કેમિકલની કંપનીમાંથી ચોરી થઈ હોવા છતાં પણ કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.

જેના પરથી કંપની સંચાલકોની બેદરકારી ફલિત થાય છે ! ગત તા.૨.૧૨.૨૩ ના રોજ કંપનીમાં વેરહાઉસમાં કામ કરતા કિશન વસાવા અને પ્રદીપ વસાવાને ઝઘડિયા જીઆઇડીસી પોલીસે પકડેલ હોવાની માહિતી કંપની સંચાલકોને મળતા તેઓ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં તપાસ કરવા ગયેલ હતા અને જ્યાં તેમને માલમ થયું હતું કે ઝઘડિયા જીઆઇડીસી પોલીસ દ્વારા ઝડપેલ કિશન હુરજીભાઈ વસાવા તથા પ્રદીપ વસાવા જેઓ અનુપમ રસાયણ કંપનીના વેરહાઉસમાં કોન્ટ્રાક્ટમાં કામ કરે છે.

ઝઘડિયા પોલીસે બંને ઈસમો પાસેથી ૧૦ કિલો કેટલીસ્ટ જેની કિંમત રૂપિયા ૬ લાખના મુદ્દામાલ સાથે તેમને ઝડપી પાડ્યા હતા, જેથી કંપની સંચાલકોએ કિશન હુરજીભાઇ વસાવા રહે. મોરતલાવ તા. ઝઘડિયા તથા પ્રદીપ પ્રહલાદ વસાવા રહે. પીઠોર તા. વાલીયા વિરુદ્ધ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


whatsapp ad White Font big size 2 4 ઝઘડિયા GIDCમાંથી પોલીસે મોટી કેમિકલ ચોરી, ચોરોને 6 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા


આ પણ વાંચો:મહેસાણામાં શિક્ષકને પ્રેમ કરવો ભારે પડ્યો, શિક્ષિકાએ પતિ સાથે મળી મર્યો ઢોર માર

આ પણ વાંચો:‘અજંતાનાં ડાયરેક્ટરોને બનાવો આરોપી’, જાણો કોણે કરી આ માગ

આ પણ વાંચો:સસ્તુ જાણીને ઓનલાઈન ખરીદી કરનારા સાવધાન, મોબાઈલના નામે મોકલ્યું કંઇક આવું…

આ પણ વાંચો:વેસુમાં વિધાર્થીએ દસમાં માળેથી લગાવી મોતની છલાંગ, પરિવારે મૃતકની આંખોનું કર્યું દાન