#​​Ahmedabad/ દારૂના નશામાં કારચાલકે અકસ્માતોની હારમાળા સર્જી

કારને અડફેટે લઈને ભાગવા જતા ત્રણથી વધુ વાહનોને ટક્કર મારી

Gujarat
Beginners guide to 10 1 દારૂના નશામાં કારચાલકે અકસ્માતોની હારમાળા સર્જી

 

Gujarat News : અમદાવાદના રસ્તાઓ જાણે રેસીંગ ટ્રેક બની ગયા હોવાનું લાગી રહ્યું છે. નબીરાઓ પૂર ઝડપે વાહન હંકારી લોકોની જીંડગી જોખમમાં મુકી રહ્યા છે. શનિવારે સાંજે મેમનગરના સામ્રાજ્ય ડાવકથી સુખી પુરા ગામ સુધીમાં એક કારચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા.

દારૂના નશામાં એક કારચાલકે સામ્રાજ્ય ટાવર પાસે એક કારને અડફેટે લીધી હતી. બાદમાં તે ભાગવા જતા સુખી પુરા ગામ પાસે પાર્ક કરેલા ત્રણથી વધુ બાઈક અને મોપેડને અડફેટે લીધા હતા. બાદમાં કારચાલકે વીજ કંપનીના ડીબી સાથે કાર ચકરાવી હતી.

આમ કારચાલકે ચારથી વધુ વાહનોને અડફેટે લેતા એક બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. દરમિયાન એકઠા થયેલા લોકોએ કાર ચાલકને ઝડપી લઈને મારઝૂડ કરતા તે કાર મુકીને ભાગી ગયો હતો. આ અંગે ટ્રાફિકના બી ડિવીઝને ગુનો નોંધીને કાર કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

બીજીતરફ અકસ્માતની હારમાળા સર્જનાર કાર ચાલકની ઝડપ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સામ્રાજ્ય ટાવરના ગેટ નજીકના સીસીટીવી કેમેરામાં અકસ્માતના ફૂટેજ સામે આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃહવામાન વધુ એક વખત પલટાશે? બેવડી ઋતુનો સામનો કરવો પડશે…

આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો