Ahmedabad/ પોલીસમાં ફરજ બજાવતા પતિના ત્રાસથી કંટાળી પત્ની, અંતે ભર્યું આ પગલું

અમદાવાદના  માધુપુરા પોલીસ લાઈનમાં પોલીસ કોન્સ્ટેબલ પતિના ત્રાસથી પત્નીએ એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે અને ત્યારબાદ આ મામલે શુક્રવારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Ahmedabad Gujarat
a 392 પોલીસમાં ફરજ બજાવતા પતિના ત્રાસથી કંટાળી પત્ની, અંતે ભર્યું આ પગલું

કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે અનેક દંપતીમાં ઝગડાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે અને આ ઝગડાના કારણે લોકો ન ભરવાના પગલા પણ ભરી રહ્યા છે, ત્યારે આ જ પ્રકારનો કિસ્સો અમદાવાદમાં નોંધાયો છે.

અમદાવાદના  માધુપુરા પોલીસ લાઈનમાં પોલીસ કોન્સ્ટેબલ પતિના ત્રાસથી પત્નીએ એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે અને ત્યારબાદ આ મામલે શુક્રવારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે મહિલાની ફરિયાદ આધારે, રાણીપ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સહિત 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, 2015માં જયશ્રીબેનના લગ્ન સમાજના રિતરિવાજ મુજબ અશોક ચૌહાણ સાથે થયા હતા. તેઓને લગ્નજીવનથી 4 વર્ષનો પુત્ર છે. લગ્નના બે વર્ષ પછી પતિ અશોકભાઈ પિયરની નાની નાની વાતોમાં પત્ની જયશ્રીને મારઝૂડ કરતા હતા. આજથી એક વર્ષ અગાઉ જયશ્રીબેને પિયરમાંથી ઉપયોગ માટે લાવેલ બાઈક પરત આપી દેવાનું કહેતા મારઝૂડ કરી હતી.

જયશ્રીબેન સાથે રહેતા નણંદ અને જેઠ પણ પતિને ભાભી વિરુદ્ધ ઉશ્કેરતા હતા. જેઠની સગાઈમાં નણંદની ચણીયાચોળી પહેરવા બાબતે જયશ્રીબેને પતિ સાથે બોલાચાલી તકરાર થઈ હતી. બીજા દિવસે સવારે આ જ મુદ્દે તકરાર અને બોલાચાલી થતા પતિ અશોકભાઈએ તું સાચા બાપની હોય તો એસિડ પી લે. આ બાબતે લાગી આવતા જયશ્રીબેને એસિડનો ઘૂંટ પી લઈ પતિને જાણ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…