Not Set/ નર્મદા નદીનું જળ સ્તર ભયજનક સાપટીને પાર, હાલ 32.14 ફૂટ – બાર વાગ્યા સુધીમાં 35 પર જવાની ભીંતી…

નર્મદા નદીનું જળ સ્તર ભયજનક સાપટીને પાર કરતા હાલ 32.14 ફુટ પર પહોંચ્યું છે. નર્મદામાં વઘી રહેવ પાણીની આવક જોતા પ્રતિત થઇ રહ્યું છે કે આજે બપોરે 12 કલાક સુધીમાં પાણીનું સપાટી 35 ફૂટે પહોંચશે. ભારે પાણીનો પ્રવાહ તારાજી વહેરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. ગાડીતૂર જોવામાં આવી રહેલી ગુજરાતની જીવાદોરી નર્મદાનાં નીચાણવાળા વિસ્તારોમાં નદીના […]

Gujarat Others
547200759982b52f50a8485cb60c4d10 નર્મદા નદીનું જળ સ્તર ભયજનક સાપટીને પાર, હાલ 32.14 ફૂટ - બાર વાગ્યા સુધીમાં 35 પર જવાની ભીંતી...

નર્મદા નદીનું જળ સ્તર ભયજનક સાપટીને પાર કરતા હાલ 32.14 ફુટ પર પહોંચ્યું છે. નર્મદામાં વઘી રહેવ પાણીની આવક જોતા પ્રતિત થઇ રહ્યું છે કે આજે બપોરે 12 કલાક સુધીમાં પાણીનું સપાટી 35 ફૂટે પહોંચશે. ભારે પાણીનો પ્રવાહ તારાજી વહેરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.

ગાડીતૂર જોવામાં આવી રહેલી ગુજરાતની જીવાદોરી નર્મદાનાં નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા છે. ભાડભૂત ગામેથી સરફુદ્દીન તરફ આવતા નદી મધ્યે એક બોટ બંધ થઈ હતી. બોટ બંધ થતા 5 ઈસમો નર્મદા નદીમાં ફસાયા હતા.

જો કે, સાબદા તંત્ર અને તાલુકા વિકાસ અધિકારી સહિત ત્યાં ખડા પગે રહેલી NDRFની ટીમે તમામ 5 ઈસમોને નર્મદા નદીમાંથી સુરક્ષીત રીતે રેસ્ક્યુ કરી બચાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, ઉપરવાસમાંથી અવી રહેલ અવિરત વિપુલ પાણીનાં જથ્થાનાં કારણે નર્મદા નદી ગાંડીતૂર જોવામાં આવી રહી હોય, સમગ્ર વિસ્તાર પર હાલ પૂરનો ઓથાર જોવામાં આવી રહ્યો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews