- રાજ્યમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમી શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ
- ગુજરાતના સેલવાસમાં શરૂ થઈ રહી છે આ મિલેટ્રી એકેડમી
- ત્રણ રાજ્યો જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના આદિવાસી પરિવારના બાળકો મેળવશે મફત મિલેટ્રી પ્રશિક્ષણ
DIA હોલ ખાતે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલીટ્રી એકેડમીના વિષય એક ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મહેશ પતંગે-VB પ્રાંત સંગઠન મંત્રી, વિજય સુરતિયા-વિભાગ અધ્યક્ષ વિદ્યા ભારતી, બળદેવ પ્રજાપતિ-સંઘ સંચાલક વડોદરા વિભાગ, ધનજી પરમાર – સામાજિક અગ્રણી વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી.
દહેજ ઔદ્યોગિક વાસહતના પ્રેસિડેન્ટ મગનભાઈ હનીયા, સક્રેટરી સુનિલ ભટ્ટ અન્ય ઉદ્યોગકારો આ બાબતે સહાય આપવા તૈયાર થયા હતા. થોડા દિવસ અગાઉ ભરૂચ જિલ્લા ભાજપના પ્રભારી જનક બગદાણાવાલા અને ભરૂચના સામાજીક આગેવાન ધનજી પરમાર વચ્ચે દેશના આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કંઈક કરવા માટે ગહન ચર્ચા કરી હતી. ખાસ કરીને નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલીટ્રી એકેડમીમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ ત્રણ રાજ્યના આદિવાસી વિસ્તારના બાળકોને મફત ભણતર મળે અને રાષ્ટ્રભાવના સાથે દેશની રક્ષા કરે તેવા શુભ આશયથી આ એકેડમી શરૂ કરવામાં આવશે.
ગુજરાત / કેન્દ્રીય આરોગ્ય સચિવના કોરોના ગાઇડલાઇનનું કડક પાલનના આદેશ, વચ્ચે વિશાળ જનમેદની વચ્ચે CM યોજશે રોડ શો ..?Omicrone / ઓમિક્રોન બનશે કોરોનાની કુદરતી રસી, નિષ્ણાતોએ કહ્યું- હવે થશે મહામારીનો અંત!
કોરોના સંક્રમિત / નોરા ફતેહીની કોરોનાથી થઈ હાલત ખરાબ, કહ્યું- ઘણા દિવસોથી બેડ પર પડી છું…