Hit and Run/ અમદાવાદમાં હિટ એન્ડ રનઃ સિંધુભવન પર થારની હડફેટે બાઇકચાલકનું મોત

અમદાવાદમાં શુક્રવારે મોડી રાત્રે હિટ એન્ડ રનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સિંધુ ભવન રોડ પર થાર જીપના ચાલકે એક બાઇક ચાલક યુવાનને હડફેટે લીધો હતો અને તેમા આ યુવાનનું મોત થયું છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
YouTube Thumbnail 2024 03 09T125215.128 અમદાવાદમાં હિટ એન્ડ રનઃ સિંધુભવન પર થારની હડફેટે બાઇકચાલકનું મોત

અમદાવાદઃ અમદાવાદમાં શુક્રવારે મોડી રાત્રે હિટ એન્ડ રનનો (Hit and Run) વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સિંધુ ભવન રોડ પર થાર જીપના ચાલકે એક બાઇક ચાલક યુવાન જયદીપ સોલંકીને હડફેટે લીધો હતો અને તેમા આ યુવાનનું મોત થયું છે. જયદીપ સોલંકી નામનો યુવાન તેના મિત્રો સાથે લટાર મારવા નીકળ્યો હતો ત્યારે તેના મિત્રો સાથે તેને હડફેટે લીધો હતો. 18 વર્ષનો જયદીપ તેના મિત્રો સાથે રાત્રે નાસ્તો કરવા નીકળ્યો હતો.

અકસ્માત સર્જનાર થાર જીપચાલક ભાગી ગયો છે. પોલીસે હજી સુધી ઘટનાસ્થળની સુધબુધ લીધી નથી. આ ઘટના બની તેમા થાર જીપના ચાલકે બાઇક ચાલક યુવાનને લગભગ 100 ફૂટ સુધી ઢસડ્યો હોવાનું મનાય છે. આ બતાવે છે કે જીપચાલક કેટલી ભયંકર સ્પીડે વાહન લઈને જઈ રહ્યો હશે. તેના પગલે યુવાનનું ઘટનાસ્થળે મોત થયું હતું.

આ અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા, જ્યારે જીપચાલક જીપ મૂકીને ભાગી ગયો હતો. જો કે જીપના નંબર પ્લેટ અને સીસીટીવીના આધારે પોલીસ સરળતાથી ગુનેગાર સુધી પહોંચી શકે તેમ છે. હાલમાં તો એક કુટુંબે તેનું સંતાન ગુમાવતા તે રીતસરનું આક્રંદ કરી રહ્યુ છે. નેતાઓની સરભરામાં રોકાયેલી પોલીસ થોડી નવરી પડી સામાન્ય નાગરિકો પર પણ ધ્યાન આપે તો સારું, કમસેકમ આવા જીવલેણ અકસ્માત થતાં અટકે અને થાય તો ત્વરિત કાર્યવાહી થાય.

અમદાવાદમાં અગાઉ તથ્ય જેવો કાંડ થઈ ચૂક્યો છે. તેમા પણ સિંધુભવન રોડ તો રીતસરનો રેસિંગ ટ્રેક બની ગયો છે. તેમા દરરોજે રાત્રે નબીરાઓ તેમની ગાડીઓની રેસ લગાવતા જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે આ વાત સર્વવિદિત હોવા છતાં પણ હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી. સિંધુભવન માર્ગ પર થયેલો આ કંઈ પહેલો જ અકસ્માત નથી અને છેલ્લો પણ નહી હોય. જો પોલીસની કડક કાર્યવાહી નહીં થાય તો આ પ્રકારની અકસ્માતોની શ્રૃંખલા સર્જાતી રહેશે. પોલીસે આ કેસમાં અકસ્માત ગુનો નોંધી થાર જીપના ચાલકને શોધવાની શરૂઆત કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ